“અમિતભાઈ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા નથી કાયદાની તમામ આંટીઘૂંટીને પી ગયેલા વ્યક્તિ છે”

જે જે પટેલે કહ્યું કે માત્ર વકીલો માટે જ નહીં પરંતુ રાજકીય પક્ષો માટે પણ સીધો સંદેશ આપશે કે તમામ વકીલો એક સાથે અને એક મંચ પર છે.
ગુજરાત બાર કાઉન્સિલના શપથવિધિ સમારોહમાં ૧૧૦૦૦થી વધુ વકીલોએ રવિવારે શપથ લીધા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના અડાલજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૧૭ હજારથી વધુ વકીલો હાજર હતા જેમાંથી ૧૧ હજારથી વધુ લોકો વકીલ તરીકેની શપથ લેવાના હતા પરંતુ તે પેહલા સ્વાગત પ્રવચન આપવા માટે જ્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પ્રવચનની શરૂઆત કરી
ત્યારે તેમણે અમિત શાહનો પરિચય આપતા કહ્યું કે, અમિત ભાઈ આમતો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા નથી પરંતુ તેઓ કાયદાની તમામ આંટીઘૂંટીને પી ગયેલા વ્યક્તિ છે. કમલ ત્રિવેદીના આ શબ્દો સાંભળતાની સાથે જ સ્ટેજ પર બેઠેલા તમામ વ્યક્તિઓના ચેહરા પર એક સ્મિત આવ્યું હતું.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ અડાલજ ખાતે યોજાયો જેમાં ૧૨ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ મનન મિશ્રા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો, દેશભરની બાર કાઉન્સિલોના પ્રમુખ, ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલો સહિતના લોકો આ કાર્યક્રમમાં હાજરી રહ્યા, મહત્વનું છે કે,
અમિત શાહે ટ્વિટ કર્યુ હતુ કે, આ કાર્યક્રમના આયોજન માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે જે પટેલ લાંબા સમયથી પરિશ્રમ કરી રહ્યા હતા અને આ કાર્યક્રમની શરૂઆતમાં જે જે પટેલે કહ્યું કે માત્ર વકીલો માટે જ નહીં પરંતુ રાજકીય પક્ષો માટે પણ સીધો સંદેશ આપશે કે તમામ વકીલો એક સાથે અને એક મંચ પર છે.