તાલીમના પરિણામે પેરા ખેલાડીઓના પ્રદર્શનમાં ઉતરોત્તર થયેલ પ્રગતિ: અમિત શાહ

ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન -ડિજિટલ સેવા કેન્દ્રની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા CSC વચ્ચે MoU
ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામયી ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન તેમજ ડિજીટલ સેવા પોર્ટલ શુભારંભ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડિજિટલ સેવા કેન્દ્રની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા CSC વચ્ચે MoU સંપન્ન થયા હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ-સરકાર મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજે શુભારંભ કરવામાં આવેલ ડિજિટલ સેવા પોર્ટલની સુવિધાઓ નાગરિકો માટે અનેક રીતે ઉપયોગી બનશે. તેમણે દરેક ક્ષેત્રમાં ડિજિટલ વ્યાપ અંગે જણાવવાની સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના ફાયદાઓ અંગે વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં રમત-ગમત ક્ષેત્રે વિકાસ ક્રાંતિ થઈ છે.
તેમણે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રાચર અને તાલીમના પરિણામે પેરા ખેલાડીઓના પ્રદર્શનમાં ઉતરોત્તર થયેલ પ્રગતિની સાથે 2036 ઓલિમ્પિક પૂર્વે સુગ્રથિત સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમના વિકાસ માટે સરકારની પ્રયત્નો અંગે જણાવ્યું હતું. સાથે જ સૌને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બનવા માટે આહ્વાન કર્યું હતું.