મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય હતું: પ્રદૂષણ બોર્ડ

નવી દિલ્હી, મહાકુંભ દરમિયાન પાણીની ગુણવત્તા સ્નાન માટે સારી ન હોવાના અહેવાલો આપ્યા બાદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ હવે નવા અહેવાલમાં પલટી મારી છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ દાવો કર્યાે છે કે, આંકડાકીય વિશ્લેષણ મુજબ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ ખાતે પાણીની ગુણવત્તા ‘સ્નાન માટે યોગ્ય’ હતી. જો કે, આ રિપોર્ટ ૧૭ ફેબ્›આરીના રોજ રજૂ કરાયેલા રિપોર્ટથી તદ્દન વિપરીત છે.
જેમાં જણાવાયું હતું કે, પ્રયાગરાજમાં અનેક સ્થળોએ ફેકલ (મળ) કોલિફોર્મનું સ્તર ઊંચું ૨૮ ફેબ્›આરીના રોજ રજૂ કરાયેલા નવા અહેવાલમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું હતું કે, ડેટામાં વિસંગતતાઓને કારણે આંકડાકીય વિશ્લેષણ જરૂરી હતું કારણ કે એક જ સ્થળેથી અલગ અલગ તારીખે અને એક જ દિવસે અલગ અલગ સ્થળોએથી એકત્રિત કરાયેલા સેમ્પલ ડેટામાં વિવિધતા હતી, જે નદીના પાણીની એકંદર ગુણવત્તાને દર્શાવતી નહોતી.
નવા અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એક એક્સપર્ટ કમિટીએ ડેટા વિવિધતાના મુદ્દાનું વિશ્લેષણ કરીને એનાલિસિસ કર્યું હતું કે, તારણો ચોક્કસ સ્થાન અને સમયે પાણીની ગુણવત્તાનો માત્ર એક સ્નેપશોટ દર્શાવે છે.
તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, પાણીની ગુણવત્તામાં વિવિધ પરિબળોને કારણે નોંધપાત્ર વધઘટ થઈ શકે છે, જેમાં ઉપરના પ્રવાહમાં માનવ પ્રવૃત્તિઓ, પ્રવાહ દર, નમૂના લેવાની ઊંડાઈ, સંગ્રહનો સમય, નદીનો પ્રવાહ, પ્રવાહોનું મિશ્રણ અને ચોક્કસ નમૂના લેવાનું સ્થાન વગેરેનો સમાવેશ થાય છે.SS1MS