મધ્યપ્રદેશના મહુમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ તંગદીલી

મહુ, ગઈ કાલે રવિવારે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને ૪ વિકેટે હરાવીને ૧૨ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની.
ન્યુઝીલેન્ડની ટીમે આપેલો ૨૫૨ રનનો ટાર્ગેટ ભારતીય ટીમે ૪૯ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો, ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ ૭૬ રનની શાનદાર ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યા બાદથી દેશભરમાં ઉજવણી શરુ થઇ ગઈ હતી. દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનઉ, અમદાવાદ જેવા મહાનગરો સહીત દેશના ખૂણે ખૂણે વસતા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઘણા શહેરોમાં ક્રિકેટ ચાહકો રસ્તાઓએ પર ઉતરી આવ્યા હતાં અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે રેલી કાઢી હતી. આ દમિયાન લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવતા પણ જોવા મળ્યા હતાં.
દિલ્હીના કનોટ પ્લેસ અને મુંબઈના મરીન ડ્રાઇવ પર પણ ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકોએ ઢોલ વગાડી અને ડાંસ કરીને ઉજવણી કરી હતી. પંજાબના જાલંધરમાં, એક ક્રિકેટ ચાહક દુકાનદારે જીત પછી મફત પિઝા આપવાની ઓફર શરૂ કરી હતી.ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશના મહુમાં અથડામણ થઇ હતી.
શહેરની જામા મસ્જિદ વિજય રેલી કાઢી રેહલા ક્રિકેટ ચાહકો પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અથડામણ શરુ થઇ હતી. કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, અને બે વાહનો અને બે દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.અથડામણ બાદ, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઇન્દોર ગ્રામીણ અને ઇન્દોર શહેરથી પોલીસ ફોર્સને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.
મહુમાં આર્મીના જવાનો પણ હાજર છે. હાલ વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટથી રોમાંચક જીત મેળવીને રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીત્યું.
૨૦૦૨ માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત વિજેતા રહ્યું હતું અને ૨૦૧૩ માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનહ્સીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ફરી ટાઇટલ જીત્યું. હવે વર્ષ ૨૦૨૫ માં રોહિત શર્માની આહેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વાર ટ્રોફી જીતી છે.SS1MS