Western Times News

Gujarati News

રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે કર્યુ મહિલા કર્મચારીઓનું સન્માન, કહ્યુ – નારી અમારી સંસ્કૃતિની શાન

 નવી દિલ્લી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રેલવે મહિલા કલ્યાણ સંગઠન (RWWCO) દ્વારા નેશનલ રેલવે મ્યુઝિયમ ઑડિટોરિયમ, નવી દિલ્લીમાં એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. Railway Board Chairman Satish Kumar honored women employees, said – Women are the pride of our culture

સમારંભના મુખ્ય અતિથિ રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ શ્રી સતીશ કુમારે ભારતીય રેલવેના પ્રત્યેક ઝોન, પ્રોડક્શન યુનિટ (PU) અને કેટલાક જાહેર ઉપક્રમો (PSUs) થી ચૂંટાયેલ 33 ઉત્કૃષ્ટ મહિલા કર્મચારીઓને સન્માનિત કર્યા. તેમણે કહ્યું કે નારી માત્ર પુરૂષોની સમકક્ષ જ નહીં પરંતુ તેમનાથી વધુ કામ કરીને દેશના વિકાસમાં  યોગદાન આપી રહી છે.

શ્રી સતીશ કુમારે ભારતીય રેલવેમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ નાંખતા કહ્યું કે રેલવેમાં મહિલાઓની ભાગીદારી માત્ર કાર્યક્ષેત્ર સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ અમારા સંગઠનની શક્તિ અને સફળતાનો અભિન્ન ભાગ છે. તેમની મહેનત, સમર્પણ અને નેતૃત્વે ભારતીય રેલવેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે એક કવિતાનું પઠન કરતાં કહ્યુ કે નારી માન છે, સન્માન છે. નારી અમારી સંસ્કૃતિની શાન છે. નારી શક્તિ છે, નારી ભક્તિ છે, નારી જીવન જ્યોતિની અભિવ્યક્તિ છે.

આ અવસર પર સંગઠનની અધ્યક્ષ શ્રીમતી (ડૉ.) રૂબી રાની સિંહએ મહિલા કર્મચારીઓના સશક્તિકરણ, કાર્યસ્થળ પર તેમની સુરક્ષા અને લેંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલાંઓની ચર્ચા કરી. આ અવસર પર સંગઠનની સચિવ શ્રીમતી અમૃતા શર્મા, કોષાધ્યક્ષ શ્રીમતી નિર્દેશ સિંહ અને સંયુક્ત સચિવ શ્રીમતી અંજલિ વર્મા સહિત કેટલાય જાણીતા લોકો ઉપસ્થિત હતા.

 

ઉત્કૃષ્ટ મહિલા કર્મચારીઓની યાદી – 2025

ક્રનં.

નામ

પદ

રેલવે

1

શ્રીમતી દિપા સંજય કેથવાસ કોન્સ્ટેબલ/આરપીએફ સેન્ટ્રલ રેલવે

2

શ્રીમતી ઋત્વિકા સરકાર ટેકનીશિયન ઈસ્ટર્ન રેલવે

3

શ્રીમતી પિંકી કુમારી પોઈન્ટ્સમેન ઈસ્ટ સેન્ટ્રલ રેલવે

4

શ્રીમતી સુશોભિની નાયક ચીફ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ઈસ્ટ કોસ્ટ રેલવે

5

શ્રીમતી વીણા ટેકનીશિયન નોર્ધન રેલવે

6

શ્રીમતી રચના કોન્સ્ટેબલ/આરપીએફ એનસીઆર

7

શ્રીમતી સુનીતા શર્મા ઓફિસ સુપ્રિટેન્ડન્ટ નોર્થ ઈસ્ટર્ન રેલવે

8

શ્રીમતી નુપુર તાપદાર સિનિયર ટેકનીશિયન નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે

9

શ્રીમતી પિંકી જાટ કોન્સ્ટેબલ/આરપીએફ નોર્થ વેસ્ટર્ન રેલવે

10

શ્રીમતી મહિતા કે સિનિયર ટેકનીશિયન સાઉથર્ન રેલવે

11

શ્રીમતી રંજિતા મુનાગાલા ટી.ટી.આઈ. સાઉથ સેન્ટ્રલ રેલવે

12

શ્રીમતી સુમિતા ચૌધરી સિનિયર ડીટીઆઈ (સુરક્ષા) સાઉથ ઈસ્ટર્ન રેલવે

13

શ્રીમતી સુનીતા દશરથ બરમાઈયા એકાઉન્ટ આસિસ્ટન્ટ સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે

14

શ્રીમતી શિલ્પા એસ. કોન્સ્ટેબલ/આરપીએફ સાઉથ વેસ્ટર્ન રેલવે

15

શ્રીમતી સીમા એસ. કુશવાહા ટેકનીશિયન વેસ્ટર્ન રેલવે

16

શ્રીમતી કલ્પના ચૌરે વેલ્ડર વેસ્ટ સેન્ટ્રલ રેલવે

17

શ્રીમતી પૂર્ણિમા કર્માકર ટેકનીશિયન મેટ્રો રેલવે

18

શ્રીમતી બન્હિશિખા ચક્રવર્તી પીજીટી/ભૂગોળ ચિતરંજન લોકોમોટિવ વર્ક્સ

19

શ્રીમતી ઉષા સિંહ ચીફ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ બનારસ લોકોમોટિવ વર્ક્સ

20

શ્રીમતી એલ.આર.સુબથ્રા ટેકનીશિયન ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી

21

શ્રીમતી સુનીતા દેવી ચીફ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ રેલવે કોચ ફેક્ટરી

22

શ્રીમતી હરજીત કૌર ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પટિયાલા લોકોમોટિવ વર્ક્સ

23

શ્રીમતી અનુરાધા શર્મા મેનેજર, અતિથિ સેવાઓ એન.એ.આઈ.આર.

24

શ્રીમતી રેણુ પાંડેય પીએસ આર.ડી.એસ.ઓ.

25

શ્રીમતી શાઈની સ્વરૂપી એકાઉન્ટ આસિસ્ટન્ટ રેલવે વ્હીલ ફેક્ટરી

26

શ્રીમતી અફસાના બેગમ ચીફ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ મોર્ડન કોચ ફેક્ટરી

27

શ્રીમતી અશ્વિની શાલિકરામ મેશરામ સિનિયર એએલપી/સીટીસીસી સી.આર.આઈ.એસ.

28

શ્રીમતી રૂચિ લૌહરી એચઆર આસિસ્ટન્ટ એમ.આર.વી.સી.

29

શ્રીમતી સુનીતા સ્વામી આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર રેલવે બોર્ડ

30

શ્રીમતી મંજીતા દેવી સેક્શન ઓફિસર (એચઆર) આરઆઈટીઈએસ

31

શ્રીમતી નિશા વાસન મેનેજર/એડમીન./સિવિલ ડીએફસીસીઆઈએલ

32

શ્રીમતી એ.દીપિકા બાલમૂચુ મેનેજર (ફાયનાન્સ) આર.વી.એન.એલ.

33

શ્રીમતી દીપાવલી કુહાડ આસિસ્ટન્ટ ઓફિસર (સી એન્ડ ઓ) સી.ઓ.એન.સી.ઓ.આર.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.