રજનીકાંતના કારણે અટવાઈ અટલી અને સલમાન ખાનની મેગા બજેટ ફિલ્મ

મુંબઈ, સલમાન ખાન અને અટલી એક મોટી ફિલ્મ લઈને આવી રહ્યા છે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલે છે. પછી એવા પણ અહેવાલો આવ્યા કે હવે આ ફિલ્મ અટકી ગઈ છે અને તેનું કોઈ ભવિષ્ય નથી.
તેમાં સલમાન સિવાય કોઈ મોટા સાઉથ સ્ટારને લેવાની અટલી અને પ્રોડ્યુસર્સની ઇચ્છા અંગે પણ સમયાંતરે અહેવાલો આવતાં રહ્યાં છે. એવા પણ અહેવાલો હતા કે સલમાને તો આ ફિલ્મ માટે પહેલાંથી જ સહમતી આપી દીધી છે અને હવે બસ કમલ હસન કે રજનીકાંતને આ સ્ક્રિપ્ટ ગમે તેટલી જ વાર છે.
પછી એવા પણ અહેવાલો હતા કે પ્રોડ્યુસર્સને હોલિવૂડ સ્ટારને લેવામાં રસ નથી તેથી અટલી હવે ફિલ્મની સ્ક્રિપ્ટ ફરી લખશે. આ ફિલ્મ ૬૫૦ કરોડ જેવા અધધ બજેટ સાથે બનવાની છે અને તેની સ્ટોરીનો ભાર ઉંચકવા માટે બે મોટા સ્ટાર્સની જરૂર છે. સલમાને તો સહમતી આપી પરંતુ તારીખોનો મેળ ન પડવાથી કમલ હસન અને રજનીકાંત બંને આ ફિલમ કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
ત્યારે હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મમાં પુનર્જન્મની વાત છે. તેથી ખરેખર તો કમલ હસન સલમાનના પિતાનો રોલ કરવા તૈયાર નથી. રજનીકાંતની ડાયરી ૨૦૨૬ સુધી પેક છે તેથી તે પણ આવતા બે વર્ષ સુધી કોઈ જ અનુકૂળતા કરી શકે તેમ નથી.સૂત્ર દ્વારા એવી માહિતી મળી છે કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રિય કક્ષાએ લોકપ્રિય શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ પ્રકારની છે.
કમલ હસનને પડદા પર સલમાનના પિતાનો રોલ કરવો યોગ્ય લાગતો નથી અને રજનીકાંત ‘કૂલી’ અને ‘જેલર ૨’માં વ્યસ્ત છે. તેથી તેમની પાસે આવતા બે વર્ષ સુધી તારીખો નથી. તેથી હવે આ ફિલ્મ પાછળ થયેલાં રોકાણને કમાણી સાથે પાછું લાવી શકે તેવા એક હોલિવૂડ સ્ટારની શોધ કરવામાં આવશે, તે ન મળે ત્યાં સુધી ફિલ્મ અટકેલી રહેશે.SS1MS