૧૦૦ થી વધુ અમદાવાદ સિવિલ મેડિસીટિ મહિલા સ્ટાફ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી આત્મરક્ષણ માટે સજ્જ થયા

સ્પાઇનના મહિલા કર્મીઓ આત્મરક્ષણ માટે સજ્જ…..
અમદાવાદ સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરીને ઉજવણી કરાઇ
૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટ ખાતે ઉજવણી કરવામા આવી.
જેમાં સરકારી સ્માઈલ ઇન્સ્ટિટ્યૂટ ના ૧૦૦ થી વધું મહિલા સ્ટાફ સેલ્ફ ડિપેન્સની તાલી મેળવીને આત્મ રક્ષણ માટે સજ્જુ બન્યા હતા.
જેમા ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના નિયામકશ્રી ડૉ. પિયુષ મિતલના નેતૃત્વ હેઠળ ડો. નીધી ઠાકુર (આઇ.પી.એસ, સુપ્રિટેન્ડેન્ટ- સાબરમતી જેલ),સંસ્થા ખાતેના વિવિધ વિભાગોના વડા, આ સંસ્થા ખાતે આવ્યા હતા .
ચાર કોલેજના પ્રિન્સિપાલ તથા શ્રી અમનદીપ ગોત્રા – જનરલ સેક્રેટરી (થાઇબોક્ષીંગ એસોસીએસન-ગુજરાત) અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસે હોસ્પિટલના મહિલા સ્ટાફ માટે સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામમા ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતેની તમામ મહિલા સ્ટાફ, દર્દીઓના સગા તેમજ સંસ્થા ખાતે આવેલ ચાર કૉલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ માટેની કેટલીક પધ્ધતીઓ શિખવાડવામા આવી અને તેનો ઉપયોગ કરવા વિશે પણ માહીતગાર કરાયા હતા. તમામ મહિલાઓએ આ ઉજવણીમા ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો.