7 વર્ષનાં બાળકે રોજો રાખી અલ્લાહની બંદગી કરી

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરાના અસમાં પાર્ક-૩ માં રહેતા પત્રકાર નઈમ દિવાનના માત્ર ૭ વર્ષીય પુત્ર નવાઝે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે.ઈસ્લામ ધર્મમાં રમજાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે.આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે.
હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે.ત્યારે સતત ૧૪ થી ૧૫ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે.
ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં વાગરા નગરમાં રહેતા પત્રકાર નઈમ દિવાનનો ૭ વર્ષીય પુત્ર નવાઝે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુવાઓ કરી હતી.
માત્ર ૭ વર્ષના બાળકએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ નવાઝને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો.