Western Times News

Gujarati News

એલન મસ્કનું પ્લેટફોર્મ ‘એક્સ’ પર સાયબર હુમલો યુક્રેનથી થયાનો આરોપ?

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું ‘X’-વિશ્વભરના ઘણા દેશોમાં યુઝર્સે એક્સને લઇને ફરિયાદ કરી હતી.

નવી દિલ્હી, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘એક્સ’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું છે. સોમવારે આ ત્રીજી વખત છે જ્યારે એક્સ ડાઉન ઠપ્પ થઇ ગયું છે. જેના કારણે યુઝર્સ લોગ ઇન કરી શકતા નથી. ઘણા યુઝર્સે ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી છે.

ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર, પ્રથમવાર સમસ્યા પહેલા બપોરે ૩ઃ૩૦ વાગ્યે આવી હતી. પછી સાંજે ૭ વાગ્યે લોકોને લોગ ઇન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વખત એક્સ રાત્રે ૮ઃ૪૪ વાગ્યે ફરીથી ડાઉન થયું હતું.

વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઇટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વભરના ઘણા દેશોમાં યુઝર્સે એક્સને લઇને ફરિયાદ કરી હતી.

યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણા દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્‌સ પર આ અંગે ફરિયાદ કરી હતી. વૈશ્વિક સ્તરે ૪૦,૦૦૦થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટના અહેવાલ મુજબ, ૫૬ ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે ૩૩ ટકા યુઝર્સ વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

બીજા ૧૧ ટકા લોકોએ સર્વર કનેક્શનમાં સમસ્યાની જાણ કરી.હાલમાં એક્સએ સમસ્યાનો સ્વીકાર કર્યાે નથી અને યુઝર્સે સમસ્યાઓ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું છે. આ મુદ્દાથી યુઝર્સ ખૂબ જ હતાશ થયા છે અને તેઓ માને છે કે કંપની તરફથી જવાબદારીનો અભાવ છે.

આ ટેકનિકલ ખામી પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ યુઝર્સ શક્ય તેટલી વહેલી તકે ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.મસ્કે એક્સ ડાઉન થવા પર પ્રતિક્રિયા આપતા પોસ્ટ કરી હતી.

મસ્કે લખ્યું કે અમારા પર એક મોટો સાયબર હુમલો થયો હતો (હજુ પણ થઇ રહ્યા છે.). અમારા પર ઘણા બધા સંસાધનોનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ મોટું જૂથ કે દેશ સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.