Western Times News

Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પર ગુજરાતમાં જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો

અમદાવાદ, દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં રમતી હોય એટલે બુકીઓ-સટોડિયાઓ માટે તો જાણે કે અવસર આવ્યો હોય તેવો ઘાટ થાય. ભારત-ન્યુઝીલેન્ડની ફાઇનલ પર અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં લગભગ એકાદ હજાર કરોડનો સટ્ટો રમાયો હતો અને બીજી દિવસે સોમવારે સવારે તો ચોક્કસ આંગડિયા પેઢી દ્વારા તેના હવાલા પણ પાડી દેવાયા હતા.

જોકે પોલીસે ઓનલાઇન સટ્ટો રમાડતા ઘણા લોકોને ઝડપી પણ લીધા હતા. જોકે મોટા બુકીઓ તો પોલીસની પકડ બહાર બેસીને સટ્ટો રમાડતા હતા.

જ્યારે કેટલાક બુકીઓ ખાસ દુબઇ પહોંચી ગયા હતા.દેશ અને દુનિયાભરમાં ક્રિકેટ પર રમાતા સટ્ટાના માસ્ટર માઇન્ડ ગુજરાત અને ભારતના જ છે. આ સટોડિયાઓએ ભારતમાં પોલીસ અને તંત્રનું દબાણ વધતાં દેશ છોડી દીધો છે. મોટા ભાગના બુકીઓ દુબઇમાં સેટલ થઇ ગયા છે.

જો કે તમામની સામે ભારતમાં કેસ ચાલી રહ્યા છે. દુબઇમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પર ભારત જીત માટે ફેવરિટ હતું. તેમ છતાં મેચ દરમિયાન ઘણા ચડાવ-ઉતાર જોવા મળ્યા હતા. હવે સટ્ટો માટેની એપ્લિકેશન દ્વારા બુકીઓ ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે.

સટ્ટા બેટિંગની એપ્લિકેશનને આધારે બુકીઓએ કરોડોનો સટ્ટો લીધો હતો. અમદાવાદમાં હવે ઠેર ઠેર બુકીઓના માણસો સટ્ટા બેટિંગની એપ્લિકેશનો આઇડી પાસવર્ડ મેળવીને સટ્ટો રમાડતા થઇ ગયા છે. માત્ર ગુજરાતમાં જ એકાદ હજાર કરોડનો સટ્ટો રમાયો હતો.

ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચામુંડા કાફેમાં રેડ કરી હતી. કાફેમાં બેસીને ભારત-ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા રિતેશ ઠક્કરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીનો ફોન કબજે લઇને તપાસ કરતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઇડી તેણે સોશિયલ મીડિયામાં આવતી સાઇટ પરથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.

જ્યારે પીસીબીની ટીમે બાતમીના આધારે ગોતા દેવનગર ચાર રસ્તા પાસે નહેરૂનગર વાળા માર્કેટમાં રેડ કરી હતી. અહીંથી પોલીસે રાજેશ વનજાણી (રહે. વાડજ)ને ઝડપી પાડી તેનો ફોન કબજે લીધો હતો. જેમાં મળેલું આઇડી તેણે રોકી તલરેજા પાસેથી એક લાખમાં લીધું હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ સોલા પોલીસે સોલા સિવિલ હોસ્પિટલની સામેથી પિન્ટુ ઠાકોરને સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. આરોપીએ સાવન દવે પાસેથી ૧૨ હજારમાં આઇડી લીધું હોવાનું સામે આવતા હવે પોલીસે આઇડી આપનાર લોકોને શોધખોળ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.