ચહલની બાજુમાં બેસેલી યુવતીએ બે મહિના પહેલા જ ડેટિંગ વિશે ખુલાસો કરી દીધો હતો

મુંબઈ, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થયા હોવાના સમાચાર બાદ ચહલ ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટમાં એક નવી ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો હતો, ક્રિકેટ રસિકો આ મિસ્ટ્રી ગર્લ વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક બન્યા હતા. આ મિસ્ટ્રી ગર્લ આરજે મહવશ છે, તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ પણ છે.
આરજે મહવશ અને ચહલના ડેટિંગના અહેવાલ નવા નથી. અગાઉ પણ આ બંનેના ડેટિંગની અફવા ઉડી હતી. તે દરમિયાન આરજે મહવશે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ આપી હતી. જે હાલ ખૂબ વાઈરલ થઈ છે.યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પોતાના છૂટાછેડાનું વાસ્તવિક કારણ જાહેર કર્યુ નથી.
એવામાં તેમના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આરજે મહવશને તેમના છૂટાછેડાનું કારણ માની રહ્યા છે. ઉલ્લેખનીય છે, ચહલ અને ધનશ્રીના છૂટાછેડા બે મહિના પહેલાં જ થયા હતાં. અને બે મહિના બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટમાં ચહલ મેચ દરમિયાન આરજે મહવશ સાથે જોવા મળ્યો હતો.
ચહલ અને ધનશ્રીના છૂટછેડાના અહેવાલો વાઈરલ થયા ત્યારે જ ઘણા લોકોએ મહવશને જવાબદાર ઠેરવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને ટેગ અને ટ્રોલ કરી રહ્યા હતા. જેના લીધે મહવશે એક પોસ્ટ મારફત તમામના મોઢે તાળું માર્યુ હતું. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, અમુક આર્ટિકલ અને અટકળો ઈન્ટરનેટ પર ફેલાઈ છે. તે વાસ્તવમાં રમૂજી છે. આ અફવાઓ પાયાવિહોણી છે.
જો તમે કોઈને પરસ્ત્રી કે પરપુરૂષ સાથે જુઓ છો, તો તેનો અર્થ એ નથી કે, તેઓ ડેટ કરી રહ્યા છે. મને માફ કરો. આ કયુ વર્ષ છે. અને તમારામાંથી કેટલા લોકો ડેટ કરી રહ્યા છે. મેં બે-ત્રણ દિવસ ધીરજ રાખી, પરંતુ કોઈપણ પીઆર ટીમને અન્યની છબિ બગાડવાનો મોકો નહીં આપું. આ મુશ્કેલ ઘડીમાં લોકોને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શાંતિથી રહેવા દો.આરજે મહવશ દિલ્હીમાં રેડિયો જોકી છે.
તેમજ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર ૧૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેને બિગ બોસ અને નેટફ્લિક્સની એક સીરિઝમાં કામ કરવા ઓફર મળી હતી.ચહલના છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગતવર્ષે ક્રિસમસ પાર્ટીમાં ચહલ અને મહવશ સાથે જોવા મળ્યા હતા.
ત્યારથી બંનેના સંબંધ વિશે ચર્ચાઓ વધી છે. ક્રિસમસ પાર્ટી ઉપરાંત અન્ય એક પાર્ટીમાં પણ બંને સાથે હતા. જો કે, મહવશ આ અહેવાલોને સતત નકારી રહી છે.SS1MS