Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ જૈન દેરાસરમાં જૈનાચાર્ય સાથે મુલાકાત કરીને આશીર્વાદ લીધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-૭માં આવેલા જૈન દેરાસરમાં જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આ મુલાકાત વેળાએ જિનાલય ખાતે ભગવાનના દર્શન કરી, ઉપાશ્રયમાં ઉપસ્થિત જૈન ધર્મ, સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે જાણકારી મેળવી હતી.

આ અવસરે શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર અને ઉપાશ્રયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી, પાઘડી તથા માળા પહેરાવીને જૈન સંઘના ટ્રસ્ટીઓએ વિશેષ બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી હેમેન શાહ, શ્રી સંજય જૈન, તુષાર શાહ, હેમેન્દ્ર શાહ, ભરત શાહ, નીતિન સંઘવી, ચેતનભાઈ તથા બહોળી સંખ્યામાં જૈન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Chief Minister Shri Bhupendra Patel met Jainacharya Shri Vijay Abhaydevsurishwarji Maharaj at Jain Derasar in Sector-7 of Gandhinagar and sought his blessings. Shri Heman Shah, Shri Sanjay Jain, Tushar Shah, Hemendra Shah, Bharat Shah, Nitin Sanghvi, Chetanbhai and a large number of Jain brothers and sisters were present on this occasion.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.