Western Times News

Gujarati News

રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો  ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ – આરોગ્યમંત્રી

File

આરોગ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1 થી 4 માં ભરવામાં આવેલ જગ્યાઓ અને ખાલી મહેકમ ભરવા સંદર્ભેની વિગતો આપી

G.P.S.C. દ્વારા વર્ગ-2ની કુલ 1921 જગ્યાઓની ભરતી માટેની કરાયેલ જાહેરાત અન્વયે વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ થશે –વર્ષ 2024માં M.B.B.S.પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-1 ના વિવિધ સંવર્ગની 1146 જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી C.H.C.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે.

વર્ગ – 1 સંદર્ભે

રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક ઇન ઇન્ટરવ્યુ લઇ છેલ્લા ૨ વર્ષમાં ૧૨૭ નિમણૂંક આપવામાં આવી છે.  જેમને રૂ. ૧,૩૦,૦૦૦ ફિક્સ પગાર આપવામાં આવે છે.

પી.જી. બોન્ડ ડ્યુટી ૧ વર્ષ માટે આપવામાં આવે છે. હાલમાં ૪૨૦ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુ છે.

C.P.S. (સ્પેશ્યાલિસ્ટ તબીબ)ને બોન્ડ ટ્યુટી (૧ વર્ષ માટે) મુકવામાં આવે છે. અંદાજે ૧૦૦ નવા સી.પી.એસ. ઉમેદવારો નજીકના સમયમાં ઉપલબ્ધ થનાર છે. બોન્ડેડ C.P.S.ને રૂ. ૭૫,૦૦૦/ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

વધુમાં C.M. સેતુ  દ્વારા પણ તબીબોની સેવા ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં લેવામાં આવે છે.

વર્ગ-2 સંદર્ભે

વધુમાં P.H.C અને C.H.C. ખાતે વર્ગ-2 ના તબીબો સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં G.P.S.C.મારફત સીધી ભરતી માટે કુલ ૧૯૨૧ જગ્યાઓની જાહેરાત કરાઇ છે. વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ થશે.

વર્ષ 2024માં એમ.બી.બી.એસ. પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ છે.

વર્ગ -૩ અને ૪ સંદર્ભે

રાજ્યના સામુહિક આરોગ્ય કેન્‍દ્રો ખાતે વર્ગ/૩ની પેરા મેડિકલ સંવર્ગની ૮૬૫ જગ્યાઓ માટેના માંગણાપત્રકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલવામાં આવશે.

નર્સિંગ સંવર્ગની ૧૯૦૨ જગ્યાઓ માટે જી.ટી.યુ. દ્વારા પરિક્ષા લેવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ ૩ સંવર્ગની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક હોઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.

ડ્રાઈવર વર્ગ/૩ અને વર્ગ/૪ની જગ્યાઓ પર આઉટસોર્સિંગથી સેવાઓ લેવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.