Western Times News

Gujarati News

“વકીલોનો ઐતિહાસિક, ભાવનાત્મક, અર્થસભર કાર્યક્રમ યોજાઈ ગયો”!!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે વકીલોની વ્યવસાયિક શપથ વિધિના સામુહિક કાર્યક્રમ દ્વારા દેશમાં મજબુત અને નૈતિકતાસભર વકીલાતના વ્યવસાયનો સંદેશો આપ્યો !!

તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સલના ઉપક્રમે યોજાયેલ ભવ્ય અને ઐતિહાસિક સામુહિક વ્યવસાયિક શપથ સમારોહની છે ! જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકર્ડમાં આ નોંધનીય ઐતિહાસિક ઘટનાની નોંધ લેવાઈ છે ! વિવિધ ક્ષેત્રના ૧૩૦૦ જેટલા વકીલોએ સામૂહિક વ્યવસાયિક શપથ વિધિમાં ભાગ લઈ રહ્યાની આ બોલતી તસ્વીર છે ! આ કાર્યક્રમમાં ગુજરાત ભરના વકીલો જોડાયા હતાં !

એલીસબ્રીજના ધારાસભ્ય અમિતભાઈ શાહ, ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પરેશભાઈ જાની, ગુજરાત લો સોસાયટીના અગ્રણી અને જાણીતા એડવોકેટ સુધીરભાઈ નાણાંવટી, ગુજરાત બાર કાઉન્સિલ ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલભાઈ કેલ્લા, બાર કાઉન્સિલના સભ્ય શ્રી ભરતભાઈ ભગન, એડીશનલ એડવોકેટ જનરલ મનિષાબેન શાહ, હાઈકોર્ટ બારના પ્રમુખ બ્રિજેશભાઈ ત્રિવેદી, ફોજદારી બારના હેમંતભાઈ નવલખા સહિત અનેક કાયદાવિદો, પૂર્વ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં હતાં !

શ્રી જે. જે. પટેલના ખાસસ સમર્થનમાં નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલાએ ૮૦ જેટલા વકીલોને પોતાની વચ્ચે વકીલોને આવવા માટે ને જવા માટેની વ્યવસ્થા કરી હતી !

આમ આ ઐતિહાસિક કાર્યક્રમમાં બહારગામથી ભાગ લેવા અનેક લકઝરી બસોભરી, ભરીને આવી હતી ! ગુજરાતના સમગ્ર વકીલ આલમને એક મંચ ઉપર લાવી આવડો મોટો સફળ કાર્યક્રમ કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલની સંગઠીત તાકાતને બિરદાવી હતી !! રાજય કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ગુજરાતભરમાંથી ૨૨૦ વ્યવસાયિક વકીલ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં અને ૧૩૦૦ વકીલોએ શપથ ગ્રહણ કર્યા !!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “ખરા અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!! જયારે અમેરિકાના રાજકીય તત્વચિંતક અને કર્મશીલ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “કોઈપણ સ્થળે પ્રવર્તતો અન્યાય એ પ્રત્યેક જગ્યાએ પ્રવર્તતા ન્યાય માટે ખતરો છે”!! અને રાજકારણથી ઉપર ઉઠીને નિષ્પક્ષ રીતે નિડરતાથી ન્યાય મંદિરમાં ન્યાયાધીશો ન્યાય તોળે છે !

માટે માનવ સમાજમાં માનવતા, માનવ અધિકાર અને બંધારણ સલામત છે !! પરંતુ આ સત્ય સમજીને વકીલાત વકીલો કરે છે ત્યાં સુધી તેમની વકીલાત સલામત છે ! અને વકીલાતનો પવિત્ર વ્યવસાય સલામત છે ! આવી અનેક વાતો ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત ઐતિહાસિક ઈવેન્ટ કાર્યક્રમમાં અનેક કાયદાવિદો દ્વારા નવોદીત વકીલો સમક્ષ રજૂ કરી હતી ! ગુજરાતના ૧૩૦૦ વકીલોએ વકીલાતના વ્યવસાયિક શપથ લીધા ત્યારે દાદાનગર કન્વેન્સન સેન્ટરમાં ગંભીરતા વ્યાપી ગઈ હતી ! સમગ્ર વકીલ સમાજ ભાવુક થઈને આ કાર્યક્રમને તાળીયોના ગડગડાટથી વધાવી લીધો હતો !!

આ દેશ કેટલો શક્તિશાળી છે એ ન્યાયતંત્ર કેટલું મજબુત છે આ દેશની જનતાને કેટલો ભરોસો છે તેના પરથી નકકી થાય છે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે જયારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૨૮ કરોડ રૂપિયાની માતબર સહાય ગુજરાત બાર કાઉÂન્સલને કરી છે – ચેરમેન જે. જે.પટેલ !!

ગુજરાતના અડાલજ ખાતે આવેલા દાદા ભગવાન ફાઉન્ડેશનના દાદાનગર કન્વેન્સન સેન્ટર હોલ ખાતે વિશ્વના પ્રથમ ઐતિહાસિક ઈવેન્ટ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન અને ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલે નવોદીત વકીલોને સંબોધતા અને પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ દેશ કેટલો શક્તિશાળી છે એ દેશનું ન્યાયતંત્ર કેટલું મજબુત છે તેના પરથી થાય છે, આ દેશની જનતાને કેટલો ભરોસો છે તેના પરથી નકકી થય છે !

શ્રી જે. જે. પટેલે કહ્યું છે કે, આઝાદીના સમયે લોકસભામાં ૩૬ ટકા વકીલો હતાં ! શ્રી જે. જે. પટેલે કહ્યું કે, આજના યોજાયેલા ઐતિહાસિક ઈવેન્ટ કાર્યક્રમ દ્વારા શપથ લઈને ૧૩૦૦ વકીલો ન્યાય પ્રક્રીયાનો ભાગ બનવા આવી રહ્યા છે ! અને આટલી મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા છે અને ૨૨૦ જેટલા ગુજરાતભરના બારના હોદ્દેદારોએ પણ હાજરી આપી છે ! એ આ કાર્યક્રમની સફળતા છે ! બધાં એ સહકાર આપ્યો તેને ગુજરાત બાર કાઉÂન્સલ તરફથી આભાર માનું છું.

પ્રાસંગિક પ્રવચન કરતા શ્રી જે. જે. પટેલે કહ્યું કે, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તે રાજનિતિના ચાણકય છે ! પરંતુ તેમની બીજી છબી તેઓ એક કર્મશીલ પણ છે ! જેમણે સમય કાઢીને દેશને ત્રણ કાયદા આપ્યા (૧) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, (ર) ભારતીય સાક્ષ્ય અધિનિયમ, (૩) ભારતીય ન્યાય સંહિતા દેશના આજના સમયે અમિતભાઈ શાહ પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે !

શ્રી જે. જે. પટેલ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના વકીલો માટે ગુજરાત બાર કાઉÂન્સલને ૨૮ કરોડ ૨૫ લાખ ગુજરાત બાર કાઉÂન્સલને આપ્યા હોવાનું જણાવીને તેમના પ્રત્યે આભારની લાગણી અભિવ્યક્ત કરી હતી !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.