Western Times News

Gujarati News

ઝાયડસે ફ્રાન્સની એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે PAI પાર્ટનર્સ અને શેરધારકો સાથે વાટાઘાટો શરૂ કરી

સોદો પૂરો થયા બાદ ફરજિયાત સરળ ટેન્ડર ઓફર કરવામાં આવશે

 ·      ઝાયડસે ફ્રાન્સની એમ્પ્લિટ્યૂટ સર્જિકલમાં પ્રતિ શેર 6.25 યુરોની કિંમતે બહુમતી શેરહોલ્ડિંગ ખરીદવા માટે વિશેષ વાટાઘાટો શરૂ કરી છે

·      પ્રસ્તાવિત ખરીદીની રકમ એમ્પ્લિટ્યૂટ સર્જિકલ[1]ના 85.6 ટકા આઉટસ્ટેન્ડિંગ શેર્સ અને વોટિંગ અધિકારો માટે 256.8 મિલિયન યુરો જેટલી થાય છે

·      કંટ્રોલિંગ બ્લોકને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝાયડસ એમ્પ્લિટ્યૂડ સર્જિકલના એક શેર માટે 6.25 યુરોની એટલી  ખરીદ કિંમતે એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં બાકીના તમામ શેર્સ માટે ફરજિયાત સરળ કેશ ટેન્ડર ઓફર કરશેજો ટેન્ડર ઓફરના અંતે શરતો પૂરી થશે તો ઝાયડસ લઘુમતી શેરધારકો તરફથી બાકીના શેર્સને ફરજિયાતપણે હસ્તગત કરવા (squeeze-out)  અને કંપનીને ડિલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માંગે છે  Zydus enters exclusive negotiations with PAI Partners and other shareholders to acquire a majority stake in Amplitude Surgical, France.

 અમદાવાદગુજરાત (ભારત)વેલેન્સ (ફ્રાન્સ)11 માર્ચ2025વૈશ્વિક ઇનોવેશન આધારિત લાઇફસાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે2 (“Zydus”) પીએઆઈ પાર્ટનર્સ અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલના મેનેજમેન્ટ ઉપરાંત બે લઘુમતી શેરધારકો3 પાસેથી એમ્પ્લિટ્યૂડ સર્જિકલ (ISIN: FR0012789667, Ticker: AMPLI, PEA-PME eligible) (“Amplitude Surgical” or the “Company”) ની 85.6 ટકા શેર મૂડી એમ્પ્લિટ્યૂડ સર્જિકલના શેર દીઠ 6.25 યુરોની કિંમતે ખરીદવા માટે3 વિશિષ્ટ વાટાઘાટો શરૂ કરી છે. હિસ્સો હસ્તગત કરવાની આ કિંમત 10-03-2025ના રોજ છેલ્લા બંધ ભાવના 80.6 ટકા પ્રીમિયમ અને એમ્પ્લિટ્યૂટ સર્જિકલની 3 મહિનાની અને 6 મહિનાની વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇઝના અનુક્રમે 88.2 ટકા અને 92.2 ટકા પ્રીમિયમ દર્શાવે છે.

એમ્પ્લિટ્યૂડ સર્જિકલ એ હાઇ-ક્વોલિટીલૉઅર-લિમ્બ ઓર્થોપેડિક ટેક્નોલોજીસમાં યુરોપિયન મેડટેક ક્ષેત્રની લીડર છે. કંપની દર્દીઓસર્જન્સ અને હેલ્થકેર ફેસિલિટીઝની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પહોંચી વળવા માટે અનેક વેલ્યુ-એડેડ ઇનોવેશન્સ પૂરા પાડે છે જેમાં ની અને હિપ પ્રોસ્થેસીસની ડિઝાઇન અને ડેવલપમેન્ટનો સમાવેશ થાય છેજે ક્ષતિગ્રસ્ત કે ઘસાઇ ગયેલા સાંધાના સ્થાને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.

પીએઆઈ પાર્ટનર્સના મીડ-માર્કેટ ફંડ દ્વારા સમર્થિત એમ્પ્લિટ્યૂડ સર્જિકલે નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટઆંતરરાષ્ટ્રીય વૃદ્ધિઉત્પાદન ક્ષમતાઓમાં તથા આરએન્ડડીમાં રોકાણ થકી છેલ્લા ચાર વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. 30 જૂન, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષમાં એમ્પ્લિટ્યૂડ સર્જિકલે આઇએફઆરએસ હેઠળ કન્સોલિડેટેડ આધાર પર 27.1 મિલિયન યુરોની એબિટા અને 106.0 મિલિયન યુરોનું વેચાણ નોંધાવ્યું છે.

31 ડિસેમ્બર2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે એમ્પ્લિટ્યૂડ સર્જિકલનું કન્સોલિડેટેડ વેચાણ 51.5 મિલિયન યુરો (હાલના વિનિમય દરોએ વાર્ષિક ધોરણે 5 ટકાની વૃદ્ધિ) રહ્યું હતું જેમાં એબિટા માર્જિન લગભગ 25.4 ટકા હતું (અનઓડિટેડ આંકડા).

 ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે સાયન્સહેલ્થ અને ઇનોવેશનમાં અમારા વારસાના લીધે અમે દર્દીઓની સફર અને તેમની સારવારના ઉપાયોની ગાઢ સમજ કેળવી છે. અમે માનીએ છીએ કે મેડિકલ ટેક્નોલોજીના ક્ષેત્રે આ એક સ્વાભાવિક વિસ્તરણ છે. ગુણવત્તામાં ઉત્કૃષ્ટતાઆરએન્ડડીમાં સતત રોકાણો અને ઉત્પાદનમાં કુશળતા માટે અમારી પ્રતિબદ્ધતા ખૂબ જ સ્પેશિયલાઇઝ્ડ મેડટેક પ્રોડક્ટ્સમાં અમારા પ્રવેશનું માર્ગદર્શન કરશેજે અમારી કામગીરીમાં નવા પરિમાણ ઉમેરશે. એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં અમે પોર્ટફોલિયોક્ષમતાઓઉત્પાદન અને વિવિધ પ્રદેશોની બાબતે અનેક મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની વૃદ્ધિની તકો જોઈએ છીએ.

 મેડિકલ ટેકનોલોજીમાં મેડિકલ ડિવાઇસીસ અને સંબંધિત સાયન્ટિફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે જે પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વિકાસમાં સીધો ફાળો આપે છે. વૈશ્વિક સ્તરે મેડિકલ ડિવાઇસ માર્કેટ અડધા ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે. આ માર્કેટ વ્યાપકપણે ઇમ્પ્લાન્ટ્સઇક્વિપમેન્ટકન્ઝ્યુમેબલ્સ અને ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક્સ જેવા સેગમેન્ટ્સમાં વહેંચાયેલું છે. ભારત સરકારે મેડિકલ ડિવાઇસ સેક્ટરને મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવતા ઉભરતા ક્ષેત્ર તરીકે માન્યતા આપી છે.

 ઝાયડસ મેડટેક દર્દીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી  રહી છેજેમાં ડિઝાઇન અને એન્જિનિયરિંગ અંગેના અત્યાધુનિક સંશોધન અને નવીનતાનો સમાવેશ થાય છે. અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે નિષ્ણાંત ટીમ દ્વારા સમર્થિત ઉચ્ચ ગુણવત્તાવાળા સોલ્યુશન્સને સક્ષમ બનાવશે. આ બિઝનેસ હાલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે.

 એમ્પિલટ્યૂડ સર્જિકલના સીઈઓ અને ફાઉન્ડર ઓલિવિયર જેલાબર્ટે જણાવ્યું હતું કે હું અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલની ટીમ ઝાયડસ સાથે જોડાતા આનંદની લાગણી અનુભવીએ છીએ. વિશ્વવ્યાપી હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા આ હસ્તાંતરણ છેલ્લા 25થી વધુ વર્ષોમાં કંપનીએ સાધેલા સફળ વિકાસનો પુરાવો છેજે મૂળે નેશનલ ઓર્થોપેડિક્સ ચેલેન્જર તરીકે ઊભરી હતી અને આજે યુરોપિયન લીડર છે.

હું પીએઆઈ પાર્ટનર્સનો અમારા વિકાસ સફરમાં તેમના વિશ્વાસ અને સતત સમર્થન માટે આભાર માનું છું. કંપનીના પરિવર્તનને આગળ ધપાવતા અમે અનિશ્ચિતતાના સમયગાળામાં અમારી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને અમારી કોમર્શિયલઇન્ડસ્ટ્રીયલ અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓ વિકસાવી છે.

 પીએઆઈ મીડ-માર્કેટ ફંડ પીએઆઈ પાર્ટનર્સના ફાઉન્ડિંગ પાર્ટનર સ્ટેફાનો ડ્રેગોએ જણાવ્યું હતું કે, “અમને એમ્પ્લિટ્યૂડ સર્જિકલને લૉઅર-લિમ્બ ઓર્થોપેડિક્સમાં યુરોપિયન લીડર તરીકે તેના પરિવર્તનમાં સમર્થન આપવાનો આનંદ છેજેમાં ખાસ કરીને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં કંપનીએ તેની બજાર સ્થિતિને મજબૂત બનાવી છે,

સતત પ્રોડક્ટ ડેવલપમેન્ટના આધારે મજબૂત નાણાંકીય કામગીરી દર્શાવી છેનોન-કોર બિઝનેસને સફળતાપૂર્વક દૂર કર્યા છે અને ફ્રાન્સમાં એક નવી અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી તથા એક ઇનોવેટિવ સર્જિકલ રોબોટ ડેવલપ કરવા સાથે ઓપરેશનલ પ્રોસેસીસને સુવ્યવસ્થિત કરી છે. હું ઓલિવિયર જેલાબર્ટ અને તેમની ઉત્કૃષ્ટ ટીમનો તેમની ભાગીદારી માટે આભાર માનું છું.

 સોદાની મહત્વની શરતો

બ્લોક એક્વિઝિશન માટે નિર્ણાયક કરારો થવાને આધીન રહેલો આ સોદો એમ્પ્લિટ્યૂડ સર્જિકલ કર્મચારી પ્રતિનિધિ સંસ્થાઓને સુપરત કરવામાં આવશે. તે અગાઉની પરંપરાગત શરતોને પણ આધીન રહેશેજેમાં ફ્રાન્સમાં વિદેશી રોકાણોના નિયંત્રણના ભાગ રૂપે ફ્રાન્સના અર્થતંત્ર પ્રધાન દ્વારા સોદાને અધિકૃત કરવાઓલિવિયર જેલાબર્ટ દ્વારા તેમની આવકના એક ભાગનું એમ્પ્લિટ્યૂડ  ગ્રુપમાં પુનઃરોકાણની કામગીરી પૂરી કરવી તેમજ લાયક ઠરતી પ્રતિકૂળ ઘટનાઓની ગેરહાજરીનો સમાવેશ થાય છે.

એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઝાયડસની દરખાસ્તનું સ્વાગત કર્યું છે અને 3 સભ્યોની બનેલી એક કામચલાઉ કમિટી ઊભી કરી છેજેમાંથી બે સ્વતંત્ર ડિરેક્ટર છે અને Autorité des Marchés Financiers (“AMF”) સામાન્ય નિયમનોના આર્ટિકલ 261-1 I (2° અને 4° સહિત)ની જોગવાઈઓ અનુસાર એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે Finexsi ની સ્વતંત્ર નિષ્ણાંત તરીકે નિમણૂક કરી છે.

 11 માર્ચ2025ના રોજ એમ્પ્લિટ્યૂડ સર્જિકલ અને ઝાયડસે ટેન્ડર ઓફર કરાર કર્યો હતો જેના હેઠળ ઝાયડસે ટેન્ડર ઓફર ફાઇલ કરવાની કામગીરી કરી હતી (બ્લોક એક્વિઝિશન પૂર્ણ થવાને આધીન)અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલે આ ​​સંદર્ભમાં ઝાયડસને સહકાર આપવાની કામગીરી નિભાવી હતી.

 જૂન 2025 સુધીમાં નિયમનકારી મંજૂરીઓ મળ્યા પછી બ્લોક એક્વિઝિશન પૂર્ણ થશે અને ઓફર એએમએફ સમક્ષ ફાઇલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ત્યારબાદ ટેન્ડર ઓફર ખોલવાનું કામ એએમએફના મંજૂરી આપવાના નિર્ણયને આધીન રહેશે.

 કંપનીના ફાઉન્ડર અને સીઇઓ ઓલિવિયર જેલાબર્ટ આગળ જતાં એમ્પ્લિટ્યૂડ સર્જિકલ સાથે સંકળાયેલા રહેશે.

 12 માર્ચ2025 ના રોજ બજાર ખૂલતા જ શેરનું ટ્રેડિંગ ફરી શરૂ થશે.

 સલાહકારો – બીએનપી પારિબા ઝાયડસના વિશિષ્ટ નાણાંકીય સલાહકાર તરીકે અને Darrois Villey Maillot Brochier કાનૂની સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. Rothschild અને Cie વિશિષ્ટ નાણાંકીય સલાહકાર તરીકે અને Willkie Farr & Gallagher પીએઆઈ પાર્ટનર્સના કાનૂની સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.  એમ્પ્લિટ્યૂડ સર્જિકલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા Finexsi ને સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.