બોની કપૂર દિકરી ખુશી કપૂર સાથે શ્રીદેવીની ફિલ્મની સિક્વલ બનાવશે

મુંબઈ, શ્રીદેવીની અંતિમ ફિલ્મ ‘મોમ’ની સિક્વલ બનાવવની જાહેરાત બોની કપૂરે કરી છે. રવિવારે આઇફા એવોર્ડનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થયું.
આ દરમિયાન ‘મોમ’ની સિક્વલની પોતાની ઇચ્છા જાહેર કરી છે. તેઓ આ ફિલ્મ દિકરી ખુસી કપૂરને લઇને બનાવશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા બોની કપૂરે કહ્યું, “મેં ખુશીની બધી જ ફિલ્મ જોઈ છે, ‘ધ આર્ચિઝ’, ‘નાદાનિયાં’ અને ‘લવયાપા’. હું ‘નો એન્ટ્રી’નું કામ પૂરું કર્યા પછી ખુશી સાથે એક ફિલ્મ કરવા વિચારું છું.
આ ફિલ્મ ખુશી સાથે હશે, એ ‘મોમ ૨’ પણ હોઈ શકે છે. તે તેની માના પગલે ચાલવાની કોશિશ કરે છે. તેની માતાએ જે પણ ભાષાની ફિલ્મમાં કામ કર્યું તેમાં તે ટોપ સ્ટાર રહી છે. હું આશા રાખું કે જ્હાન્વી અને ખુશી પણ એટલી જ પરફેક્ટ બને અને એ જ સ્તરની સફળતા હાંસલ કરે.”
બોની કપૂરે આ રીતે બંને દિકરીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યાે હતો અને બંનેની મહેનતને પણ વખાણી હતી. શ્રીદેવીની ‘મોમ’ ૨૦૧૭માં આવી હતી. રવિ ઉદયવર દ્વારા ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં શ્રીદેવીએ મજબુત માતાનો રોલ કર્યાે હતો. જેમાં એક માતા પોતાની દિકરી સાથે થયેસા અન્યાયનો બદલો લે છે. આ ફિલ્મમાં શ્રીદેવીના અભિનયના ઘણા વખાણ થયા હતા અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
અંતિમ ફિલ્મ હોવાને કારણે આ ફિલ્મ શ્રીદેવી માટે શ્રદ્ધાંજલિ પ્રકારની ફિલ્મ બની ગઈ છે.જ્યારે ખુશી કપૂરની ‘નાદાનિયાં’ તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઈ છે. જે ધર્માટિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ખુશી કપૂર અને ઇબ્રાહીમ ખાન સિલાય સુનીલ શેટ્ટી, મહિમા ચૌધરી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ પણ મહત્વના રોલમાં છે.SS1MS