10માંથી 9 શહેરોમાં BJPના મેયર: હરિયાણામાં કોંગ્રેસ-AAP સાફ

File Photo
(એજન્સી)ચદીગઢ, હરિયાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત મળી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે કસોટી સમાન હતી, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ ગઈ હતી. સ્થિતિ એવી છે કે હરિયાણાની કુલ ૧૦ નગર નિગમોમાંથી ૯ પર ભાજપે જીત મેળવી છે. જ્યારે માનેસર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ મેયર ઉમેદવાર ડો.ઈન્દ્રજીત યાદવનો વિજય થયો છે.
કોંગ્રેસ ૧૦માંથી એક પણ બેઠક પર ખાતું ખોલાવી શકી નથી. આ ઉપરાંત ૨૧ શહેર પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. સોનીપત, પાણીપત, ગુરુગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપને જોરદાર જીત મળી છે. જુલાણા નગરપાલિકાના ચેરમેન પદ પર પણ ભાજપનો વિજય થયો છે. વિનેશ ફોગટ જુલાના વિધાનસભાથી જીત્યા હતા.
કઈ સીટ પર શું પરિણામ આવ્યું છે. સોનીપત મહાનગરપાલિકામાં મેયર પદની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈન ૩૪ હજાર ૭૪૯ વોટથી જીત્યા છે. જ્યારે કોંગ્રેસના કમલ દિવાન ૨૩ હજાર ૧૦૯ મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. સોનીપતના જાટ પ્રભુત્વ ધરાવતા શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે. હવે ફરી એકવાર વિજય નોંધાવીને તેણે બતાવ્યું છે કે લોકોને હજુ પણ તેમનામાં વિશ્વાસ છે.
ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પણ કમબેક કર્યું છે. પાર્ટીની રાજ રાનીએ કોંગ્રેસની સીમા પાહુજાને ૧ લાખ ૭૯ હજાર ૪૮૫ મતોના જંગી અંતરથી હરાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને ૯૧ હજાર ૨૯૬ મત મળ્યા હતા. રાજ રાની મલ્હાત્રાને કુલ ૨,૧૫,૭૫૪ વોટ મળ્યા, જ્યારે તેમની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસની સીમા પાહુજાને માત્ર ૬૫ હજાર ૭૬૪ વોટ મળ્યા હતા.
સૌથી વધુ ચર્ચા રોહતકના ચૂંટણી પરિણામોની છે. આ જિલ્લો ભૂપિન્દર સિંહ હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અહીં પણ કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંથી ભાજપના ઉમેદવાર રામ અવતારએ કોંગ્રેસના સૂરજમલ કિલોઈને ૪૫,૧૯૮ મતોથી હરાવ્યા હતા. ભાજપને ૧૦૨૨૬૯ અને કોંગ્રેસને ૫૭૦૭૧ વોટ મળ્યા હતા. આ સીટ પર ૈંદ્ગન્ડ્ઢ ત્રીજા અને છછઁ ચોથા ક્રમે છે.