Western Times News

Gujarati News

પેટ છાતીમાં બળતરા એસિડીટીની સમસ્યાથી બચવા આ કરો ઉપાય!

આહાર-વિહારના નિયમોનો ભંગ, માનસિક ટેન્શન, ઉજાગરા, વધારે પડતું તીખું, તળેલું અને ફરસાણ ખાવાની આદત. વાસી ખોરાક, વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. એસિડ વધારે બનવાનું સૌથી પહેલું કારણ છે ઘરનું ખાવાનું છોડીને ફાસ્ટ ફૂડ ખાવાનું.

ઘર પર વધારે તળેલું, ખાટ્ટુ અને મસાલેદાર ખાવા થી પેટમાં એસિડ વધારે બનાવે છે. ચા, કોફી, ધુમ્રપાન, કોલ્ડ ડ્રિન્ક અને દારૂના વધારે સેવનથી પણ એસીડીટીની સમસ્યા થવા લાગે છે.

છાતીમાં બળતરા કેમ થાય છે, આપણા પેટમાં એસિડ બને છે જે ખાવાને પચવામાં મદદ કરે છે પણ જયારે આ એસિડ વધારે બનવા લાગે એસીડીટી લે છે તે કારણે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા થતી રહે છે. પ્રેગ્નેસીમાં છાતીમાં દુઃખાવો અને બળતરાની ફરિયાદ હંમેશા ઘણી ગર્ભવતી મહિલાઓને થાય છે. વાત વાત પર દુઃખાવો દૂર કરનારી દવાઓનું સેવન થી પણ આ રોગ થાય છે. આના સિવાય લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું અને ભૂખથી વધારે ખાવાનું ખાવાથી પણ આ સમસ્યા થવા લાગે છે.

લક્ષણો પેટમાં બળતરા, છાતીમાં બળતરાં થવી, માથું દુઃખવું, ઘણીવાર ગળામાં બળતરાં, ખાટાં તીખાં ઓડકાર, ઊલટી થવી, ઊંઘ ન આવવી, દુઃખાવાની દવાથી પણ માથું ન ઉતરવું. ચક્કર અને આંખે અંધારા આવવા, ભૂખ્યા રહી ન શકાય. પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ઘબરાવવું, ગળા અને છાતીમાં બળતરા કે દુખાવો પેટમાં એસિડ વધારે બનવાથી છાતીમાં બળતરા વધવા લાગે છે જે પછી એસીડીટી બની જાય છે.

કેટલાક લોકો પેટમાં એસીડીટી રોકવા અને છાતીમાં દુખાવો અને બળતરાના ઈલાજ માટે દવા લે છે પર વગર મેડિસિનને ઘરેલુ ઉપાય અને દેસી આયુર્વેદિક નુસખા થી આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે.

ઈલાજ માટે દવા અને ઉપાય કરવાની સાથે સાથે આ પણ જાણવાનું જરૂરી છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ રોગની પરેજીમાં વધારે મરચું ખાવા આવેલો આહાર, ફાસ્ટ ફૂડ, તળેલું ખાવાનું, કોલ્ડ ડ્રિન્ક, પકોડા, પુરી, પરાઠા, ચા, કોફી અને કાચા ફળ ખાવા નહિ.

પેટમાં એસિડને નિયત્રિત કરવા માટે પાણી વધારે પીવો. એસીડીટીના કારણે પેટ ગળું અને છાતીમાં બળતરા રહે છે તો કેળું ખાઓ. વારંવાર થતી એસીડીટીની આ તકલીફોમાં ઘણાં લોકોને  Rantac, omeprazole, pantoprazole  જેવી દવાઓ ચણા-મમરાની જેમ ખાવાની આદત હોય છે;

તેમણે એકવાર આ દવાઓ લેવાની યોગ્ય પદ્ધતિ અને તેનાથી લાંબા ગાળે થનારી આડઅસરનો અભ્યાસ કરી લેવો જોઇએ. કેળામાં એસીડ સામે લડવાની શક્તિ હોય છે. આહારમાં ખાટ્ટી વસ્તુનું સેવન કરો નહિ. ખાટી વસ્તુમાં એસિડની માત્રા વધારે હોય છે જેનાથી પેટમાં એસીડ બને છે. ઘરેલુ ઉપાય, એસિડ વધારે બનવા પર તુલસીના પાંદડા ખાવો કે પછી આને પાણીમાં ઉકાળીને પાણી પી લો.

એસીડીટી દૂર કરવાના ઉપાયમાં ઠંડુ દૂધ ખુબ ફાયદાકારક છે. ઠંડુ દૂધ પીવાથી તરત આરામ મળવા લાગે છે. દૂધ પેટમાં એસિડ બનવા દેતો નથી. છાતીમાં બળતરા અને દુખાવાનો ઈલાજ કરવા માટે ભોજન કરતા પહેલા એલોવેરા જ્યુસ પીવો અને એસીડીટી વધારે છે તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરા જ્યુસ પીવો. આ ઉપચારથી એસોડીટી નો સ્થાઈ ઈલાજ કરી શકાયજમ્યા પછી ગોળ ખાવો જોઈએ આનાથી પાચન ક્રિયા માં સુધાર થાય છે. ઈલાયચી પાચન સારું કરવામાં મદદ કરે છે.

જ્યારે પણ છાતીમાં બળતરા કે દુખાવો અને એસિડ બનવાના લક્ષણ દેખાય ૨ ઇલાયસી ખાઈ લો. આને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આરામ મળે છે. પેટમાં એસિડ ના ઉપચારમાં યોગ પણ ફાયદાકારક છે. કપાલભાતિ પ્રાણાયામ અને ભાસ્ત્રિકા પ્રાણાયામ દરરોજ કરવાથી એસિડથી બચાવ થઇ શકે છે. અમ્લપિત્તની પરિસ્થિતિ ઘણીવાર વિચિત્ર હોય છે.

અમ્લપિત્તની બે પ્રકારની ગતિ માનવામાં આવે છે. એક ઉર્ધ્વગતિ, બીજી અધોગતિ. ઉર્ધ્વગતિના અમ્લપિત્તમાં કફનો અનુબંધ હોય છે અને અધોગતિના અમ્લપિત્તમાં વાયુનો અનુબંધ હોય છે. અમ્લપિત્તમાં પિત્તની સાથે કફનો અનુબંધ હોય છે, ત્યારે સફેદ, લીલી, પીળી, કથ્થઈ કે લાલ રંગની ઊલટીઓ થાય છે. આમાંથી કથ્થઈ અને લાલ રંગની ઊલટીઓ અમ્લપિત્ત સાથે આમાશય જઠરવ્રણની સૂચના આપે છે અને તાબડતોબ ઉપચાર કરવો જોઈએ.

અમ્લપિત્તમાં ખાટી ઊલટીઓથી ઘણી વાર દાંત પણ અંબાઈ જાય છે. અમ્લપિત્તની પરિસ્થિતિ ઘણીવાર વિચિત્ર હોય છે. ઘણીવાર તો ખાધા પીધા વગર પણ ખાટી અને કડવી ઊલટીઓ થાય છે. આહારનું પાચન થવાથી પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

આ પ્રકારની ઊલટીઓ અને ઓડકારથી પેટની ઉપરના ભાગમાં છાતીમાં અને છેક ગળા સુધી બળતરા થાય છે અને ખાધેલા આહારના ઉછાળા આવે છે. આ સાથે ઘણા દર્દીઓને માથાનો સખત દુખાવો થાય છે. માથાનો આવો દુખાવો ઊલટીઓ થયા પછી શાંત થઈ જાય છે. આયુર્વેદીય મતે પિત્ત બે પ્રકારનું હોય છે. એક પાકૃતપિત્ત અને બીજું વિદગ્ધ પિત્ત. પ્રાકૃત પિત્તનો રસ સ્વાદ તીખો અર્થાત્ ચટપટો હોય છે. વિદગ્ધ પિત્તનો સ્વાદ અમ્લ અથવા ખાટો હોય છે.

અહીં વિદગ્ધનો અર્થ થાય બગડેલું. પિત્તનો તીખો સ્વાદ આરોગ્યનું પ્રતીક છે, અને તેનો ખાટો સ્વાદ એ રોગનું પ્રતીક છે. આ દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર કરવાથી વિકૃત કે વિદાહી અને પિત્તને પ્રકૃપિત્ત કરનાર આહાર દ્રવ્યોનું અતિસેવન કરવાથી પિત્ત દૂષિત અને કુપિત થઈ જાય છે અથવા તે કાચું અપકવ રહી જાય છે. તે પૂર્ણરૂપે પરિપક્વ ન થવાથી ખાટું હોય છે અને પૂર્ણરૂપે પરિપક્વ થવાથી તે તીખા સ્વાદવાળું બને છે. તેને ઉત્તમ અને સ્વસ્થ અથવા પ્રાકૃત પિત્ત કહેવામાં આવે છે.

અમ્લ પિત્તમાં જ્યારે પિત્તનો પ્રકોપ થાય, ત્યારે ખાટા કડવા અને તીખા ઓડકાર આવે છે અથવા આવા સ્વાદવાળી ઊલ્ટીઓ થાય છે. અમ્લપિત્તમાં સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શુદ્ધિ કરાવી લેવી.

અમ્લપિત્તના રોગીએ પિત્તશામક ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું એક ગ્લાસ દૂધ સાથે દિવસમાં ત્રણથી ચાર વખતે લેવું જોઈએ. રાત્રે જો ઊંઘ ઊડી જાય તો રાત્રે પણ લેવું જોઈએ. દૂધ, સાકર, ઘી અને શતાવરી આ ચારે દ્રવ્યો પિત્તશામક છે. એટલે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સાકર એક ચમચી શતાવરી ચૂર્ણ અને બે ચમચી શુદ્ધ ઘી નાંખી સવારે અને રાત્રે પીવું જોઈએ.

અમ્લપિત્તમાં વમન વિરેચન હલકું હોવું જોઈએ પિત્ત શુદ્ધિ પછી, પિત્તશામક આહાર-વિહાર અને ઔષધો પ્રયોજવા જોઈએ. સૂતશેખર રસ એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી અથવા લક્ષ્મીવિલાસ રસની ટેબ્લેટ પણ લઈ શકાય.. સિંધાલુણ ૧૦ ગ્રામ, ગંઠોડા ૨૦ ગ્રામ લીડીપીપર ૩૦ ગ્રામ, ચવક ૪૦ ગ્રામ, ચિત્રક ૫૦ , સૂંઠ ૩૦ ગ્રામ, હીમેજ ૭૦ ગ્રામ, આ બધાં ઔષધોને ખૂબ ખાંડી ચૂર્ણ બનાવી લેવું.

આનું નામ વડવાનલ ચૂર્ણ. અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે લેવાથી અજીર્ણ મટે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આહાર પચવામાં હલકો, દ્રવ, શીતળ, તાજો અને સુપાચ્ય હોવો જોઈએ. તળેલી, તીખી, ખાટી, ખારી, વાસી, ઉષ્ણ,તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોવાળી ચીજો ખાવી નહીં. ટેન્શન, ઉજાગરા, બચવું. સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં સ્વભાવ ચીડીયો થઇ જાય છે અને ગરમીમાં અને શરદ ઋતુમાં આ તકલીફ વધે છે.

માથાનો દુઃખાવો સખત તહ્‌તો હોય છે અને તે તો ઉલ્ટી થાય કે ઝાડા થાય તો તેમાં રાહત અનુભવાય છે. અશક્તિમાં પણ આ તકલીફ વધે છે. વારંવાર પિત્તને કારણે થતા માથાના દુઃખાવામાં લેવામાં આવતી દુઃખાવાનિ ગોળી એ તત્કાલ રાહત જરુર આપે છે પણ તે પિત્તમાં ચોક્કસ ઉમેરો કરે છે. જડમૂળમાંથી રોગને નાથવાની ઇચ્છા રાખનારે આ પ્રયોગ બંધ કરીને તરત જ આયુર્વેદ પદ્ધતિનો સહારો લઇને રોગમુક્ત બનવું જોઇએ.

અપથ્ય, ખારું, ખાટું, તીખું ન ખાવું, દહીં, વધારે પડતું મીઠું, અડદ, ટામેટાં, ખાટી કેરી, છાશ, ખાટાં પીણાં, ફરસાણ વગેરે બંધ કરવા. અથાણાં અને આથેલું, બેકરીની વસ્તુઓ અનેવાસી ખોરાક ન લેવો. ઉજાગરા ન કરવાં. નિયમિત, સમયસર જમી લેવું.ચિંતા- ગુસ્સો એ રોગને ધારનાર છે તેથી તેનો ત્યાગ કરવો. આઇસક્રીમ એ તરત રાહત આપશે પણ મૂળભૂત રીતે તે રોગમાં વધારો કરશે.

પથ્ય દૂધ, ઘી, આમળાં, સાક્ર, ઘૌં, કોળૂં, તાંદળજો, પરવળ, કાળી દ્રાક્ષ, ચીકું, કેળાં વગેરે ખાસ લેવાં. રોજ રાત્રે ત્રિફળા, બ્રાહ્મી, આમળાં કે સાકરનું ચૂર્ણ કે હરડે ચૂર્ણ લેવું. ગુલકંદ અને આમળાંનો મુરબ્બો નિયમિત લઇ શકાય.ઔષધો,નીચે મુજબના ઔષધોમાંથી સલાહ અનુસાર લઇ શકાય, અવિપત્તિકર ચૂર્ણ, સૂતશેખર રસ, પથ્યાદિ ક્વાથ, કામદુધા રસ, શતાવરી નું બે ગ્રામ ચૂર્ણ સાકર વાળા દૂધ સાથે, શતાવરી ઘૃત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.