Western Times News

Gujarati News

વેદાંતાએ 900 મિલિયન ડોલરની લોન ચૂકવી, દેવું 550 મિલિયન ડોલર સુધી ઘટ્યું

મુંબઈ, 12 માર્ચઃ માઈનિંગ ગ્રૂપ વેદાંતા લિ.એ નીચા દરે નવી 350 મિલિયન ડોલરની ફેસિલિટી અને ક્યુઆઈપી પ્રક્રિયા મારફત પોતાની બાકી 900 મિલિયન ડોલરની લોન ભરપાઈ કરી હોવાની જાહેરાત કરી છે. પરિણામે 550 મિલિયન ડોલરની નેટ ડિલિવરેજ થયું છે અને બેલેન્સ શીટ મજબૂત બની છે.

તેની પેટા કંપની ટીએચએલ ઝિંક વેન્ચર્સ દ્વારા મે, 2023માં 13.9 ટકાના દરે લેવામાં આવેલી આ લોનની આંશિક ચૂકવણી વેદાંતાના જૂન, 2024માં 1 અબજ ડોલરના ક્યુઆઈપીના ફંડ મારફત થઈ હતી.

આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત, વેદાંતાએ  જેપી મોર્ગન અને અન્ય બેન્કર્સ પાસેથી વાર્ષિક 9.6 ટકાના દરે 350 મિલિયન ડોલરની નવી લોન એકત્ર કરી હતી, જેનાથી વાર્ષિક વ્યાજ ખર્ચમાં 90 મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. રિફાઈનાન્સિંગ પેકેજ શરતો અને નિયમોમાં સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું છે.

આ પગલું વેદાંતાના વ્યાપક ડિલેવરેજિંગ સ્ટ્રેટેજી સાથે સંલગ્ન છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેનો નેટ ડેટ ટુ EBITDA રેશિયો નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિકમાં મધ્યમ ગાળાના એક ગણા લક્ષ્યાંક સાથે 1.4 ગણાથી સુધરી 1.9 ગણો થયો હતો. વેદાંતા લિ.ની પેરેન્ટ કંપની વેદાંતા રિસોર્સિસ લિમિટેડે તેનું દેવું ઘટાડી 4.9 અબજ ડોલર કર્યું છે. જે એક દાયકામાં સૌથી નીચું સ્તર છે.

ફેબ્રુઆરીમાં,વેદાંતાએ આઈસીસ9.40-9.50 ટકાના કુપન રેટ પર અનસિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) રજૂ કરી રૂ. 2600 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. આ એનસીડીએ ICICI પ્રુડેન્શિયલ, કોટક, નિપ્પોન, આદિત્ય બિરલા સન લાઇફ અને એક્સિસ સહિતના સંસ્થાકીય રોકાણકારોને આકર્ષ્યા હતાં.

રેટિંગ એજન્સી ઈકરા અને ક્રિસિલે ‘AA રેટિંગ/વોચ વિથ ડેવલપિંગ ઇમ્પ્લિકેશન્સ’નું સકારાત્મક રેટિંગ આપતાં ઓછા ખર્ચે વેદાંતાના રિફાઇનાન્સિંગ વિકલ્પો વધુ મજબૂત બન્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.