Western Times News

Gujarati News

બિલ્ડરોને GST ચૂકવતાં પહેલાં ચેતી જજોઃ આ રીતે કરી બિલ્ડરે GSTની ચોરી

સરલ બિલ્ડરની 34 કરોડની GST ચોરીઃ બે ભાગીદારના જામીન ફગાવાયા-રૂ.૧ર કરોડ ભર્યા બાદ બંને બિલ્ડરોએ મેટ્રો કોર્ટમાં જામીન માટે અરજી કરી

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના સરલ ગ્રુપના ફલેટ અને વાણીજયીક એકમોની વાસ્તવીક કિંમત ઓછી બતાવીને રૂ.૪પ લાખનો દસ્તાવેજ કરીને કુલ રૂ.૩૪.પ૩ કરોડની જીએસટીની ચોરી કરનાર બે બિલ્ડરોએ જમીન માટે અરજી કરી હતી. જેમાં ૧ર કરોડ રૂપિયા ભરી દીધા હોવા સહીતના મુદા રજુ કરી જામીન માગ્યાછ હતા. જોકે, એડી, ચીફમેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એસ..જે. પંચાલે બંને આરોપીઓના જામીન ફગાવી દીધા છે.

આ સાથે જ કોર્ટે નોધ્યું હતુું કે, ગંભીર પ્રકરનો ગુનો છે. જેની તપાસ ચાલી રહી છે. નાણાં ભરીર દેવાથી જામીન પર મુકત કરી શકાય નહી આરોપીઓઅ સામે તપાસ ચાલુ છે. અને જીએસટીની વધુ રકમ નીકળી શકે તેમ છે. ત્યારે આરોપીઓઅને જામીન મુકત કરવા ન્યાયોચીત જણાતું નથી. નોધનીય છેકે, નીચલી કોર્ટે જામીન ફગાવતા બંને બિલ્ડરો હવે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવા તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરના સરલ ગ્રુપના બિલ્ડરો રવી જયંતીલાલ પટેલ અને કૃણાલ હરેશકુમાર જેઠવાણીની આઅવાવસ યોજનાઓ ગેરકાયદે રીતે લાભ મેળવવા ફલેટ અને વાણીજીયક એકમોની વાસ્તવીક કિંમત રૂ.૪પ લાખથી ઓછી દર્શાવી પાંચ ટકા જીએસટી ભરવાને બદલે માત્ર એઅક ટકો જ જીએસટી ભર્યો હતો અને મોટાપાયે જીએસટીની ચોરી કરી હતી.

બિલ્ડર રવી જયંતીલાલ પટેલ દ્વારા રૂ.૧૪.ર૦ કરોડની અને બિલ્ડરકૃણાલ હરેશકુમાર જેઠવાણી દ્વારા રૂ.રર૦,૩૩ કરોડની મળી કુલ રૂ.૩૪.પ૩ કરોડની જીએસટીની ચોરી કરતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને આરોપીઓને કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા.

આરોપીઓ તરફે મેટ્રો કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં એવી રજુઆત કરી હતી. કે, અમે ૧ર કરોડ રૂપિયા ભરી દીધા છે. તપાસમાં સહકાર આપ્યો છે. બિલ્ડર છીએ તેથી નાસી કે ભાગી જઈએ તેમ નથી, કોર્ટે પાસે જામીન આપવાની સત્તા છે. અને કોર્ટ જામીન આઅપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ.

જોકે, જીએસટી તરફ ખાસ એડવોકેટ એવી રજુઆત કરી હતી. કે, બંને બિલ્ડરોની તપાસમાં મોબાઈલ ફોન, લેપટોપ, પેનડ્રાઈવ સહીત ૩૩ જેટલા ઈલેકટ્રોનીક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. અને તે તમામ નેશનલ ફોરેનસીક સાયન્સ યુનિવસીટીમાં પરીક્ષણ અર્થે મોકલાયા છે. જેમાંથી પાંચ જ ઉપકરણ હજુ પાછા મળ્યા છે. તેથી આ ઉપકરણોમાં આરોપી બિલ્ડરો દ્વારા સંગ્રહ કરાયેલા ડેટામાં મસ્ત મોટી રકમના કૌભાંડ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.