40 કરોડના ખર્ચે ત્રિ-મંદિર સામેના હાઈવે નીચે અન્ડર પાસ બનશે

અડાલજ સ્થિત ત્રિ-મંદિર સામેના હાઈવે નીચે વ્હીકલ અન્ડર પાસ બનાવવાની કામગીરી શરૂ -ટ્રાફિકજામ અને અકસ્માતો નિવારવા અન્ડર પાસ માટે સરકારે મંજુરી આપી
ગાંધીનગર, અમદાવાદથી મહેસાણાને જોડતાં હાઈવે માર્ગ પર ટ્રાફિકનો ધમધમાટ રહે છે આવા સંજોગોમાં અડાલજ સ્થિત ત્રિમંદિર અને અંબા ટાઉનશીપ તરફ જતાં ટ્રાફિકથી જામ સાથે માર્ગ સલામતીના પણ પ્રશ્રો ઉદભવે છે. જયારે આ સ્થિતિ નિવારવા કટ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ લાબું અંતર કાપવું પડે છે. જેને અનુલક્ષીને ત્રિમંદિરની સામે હાઈવેની નીચેથી Âવ્હકલ અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અન્વયે અંદાજે રૂ.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના વિવિધ મુખ્ય માર્ગો પર દિનપ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જયારે માર્ગો પર ભારે વાહનોનો ધમધમાટ પણ રહે છે. આવા સંજોગોમાં વિકાસના નવા આયામો વચ્ચે રહેણાંક અને કોમર્શિયલ પ્રવૃત્તિનો વ્યાપ પણ વધ્યો છે. હાઈવેની આસપાસ પણ રહેણાંક અને વાણિજય વિસ્તારો અÂસ્તત્વમાં આવ્યા છે. જયારે બદલાતા ટ્રાફિક સિનારિયા વચ્ચે વાહનોનું ભારણ વધવાથી ટ્રાફિકજામ થવાની સાથે જ અકસ્માતની સંખ્યામાં વધતા માર્ગ સલામતી સામે પણ ખતરો મંડરાયો છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિકના સરળ સંચાલન માટે માર્ગો વાઈડનીંગ સહીત સલામતીના પરિબળો તરફ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ અન્વયે અમદાવાદથી મહેસાણાને જોડતાં હાઈવે પર અડાલજ પાસે રોડની નીચેથી અન્ડરપાસ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૪૦ કરોડના ખર્ચના અંદાજ સાથે સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી,
જયારે આ દરખાસ્તને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જેના અંતે ત્રિમંદિરની સામે Âવ્હકલ અન્ડરપાસ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુત્રો દ્વારા જણાવ્યા મુજબ આ કામગીરી દરમિયાન બોક્સ કલ્વર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.