ડાકોરના ઠાકોર પર સોનાની પિચકારીથી કેસૂડાનું જળ અને વિવિધ રંગોની છોળો ઉડી

એકાદશીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો
ડાકોર, ડાકોર મંદિરે ઠાકોરનો કુંજ એકાદશીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મંગળા આરતી બાદ ઠાકોરજીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા પછી શણગાર ભોગથી સાંજના શ્યનભોગ સુધી ઠાકોરજીને હોળીનો ખેલ રમાડવામાં આવ્યો હતો જે હવે પરંપરા મુજબ ફુલદોલ સુધી ઉજવવામાં આવશે.
જેમાં ઠાકોરજીને કેસૂડોના જળથી સોનાની પિચકારીઓ મારી અને નવરંગોનો છોળો ઉછાડીને ભરતોને હોળી ઉત્સવના લાભ આપવામાં આવ્યો હતો.
સાંજે આરતી પછી ગજરાજની શાહી સવારી પર ચાંદીની અંબાડી અને અબીલ-ગુલાલના થેલા ભરાવી મંદિરના મુખ્ય ગેટ પાસેથી ગૌશાળામાં ભજન મંડળીઓ ડંકા નિશાન સાથે શાહી સવારી પર લઈ જવામાં આવ્યા હતા ત્યાં ઠાકોરજીને હોળી ઉત્સવ ભકતો સાથે ઉજવવામાં આવ્યો હતો અને પછી સવારી પાછી મંદિરે પરત લાવી લક્ષ્મીજી મંદિરે લઈને જવામાં આવી હતી.
રાત્રીના ૯ વાગ્યાના અરસામાં ઠાકોરજીને નિજમંદિર પરત લાવ્યા હતા ત્યાં તેમની ઈન્ડિપિંડીથી નજર ઉતારવામાં આવી હતી. આમ ડાકોરમાં કુંજ એકાદશીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ડાકોરના ઠાકોર ગજરાજની સવારી પર કુજમાં બિરાજવા ગયા હતા.
ઠાકોરજી ઉત્થાપન આરતી પછી લાલબાગ જવા અબીલ-ગુલાલ અને નવરંગોથી રંગતા રંગતા શાહી સવારી પર નીકળ્યા હતા. સેવક આગેવાન પિન્ટુભાઈના જણાવ્યા પ્રમાણે ડાકોર મંદિરે ઠાકોરનો કુંજ એકાદશીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.