ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 5 ના મોત

Files Photo
૧૧ ઘાયલ
ઘટના સ્થળેથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં એક પુખ્ત, એક બાળક અને એક શિશુનો સમાવેશ થાય છે
નવી દિલ્હી,
અમેરિકાના ટેક્સાસના ઓસ્ટિનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં એક પુખ્ત, એક બાળક અને એક શિશુનો સમાવેશ થાય છે. અન્ય ૧૧ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.અમેરિકાના ટેક્સાસના ઓસ્ટિનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ રસ્તા પર એક પછી એક ઘણા વાહનો અથડાયા હતા, જેના કારણે આ માર્ગ અકસ્માત થયો હતો.અહેવાલ મુજબ સ્થાનિક સમય અનુસાર ગુરુવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે I-૩૫ના ૧૩૧૦૦ બ્લોકની દક્ષિણ તરફની લેનમાં હોવર્ડ લેન અને પરમર લેન વચ્ચે આ અકસ્માત થયો હતો, જ્યારે ૧૭ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.ઓસ્ટિન પોલીસે અકસ્માતની માહિતી આપતા જણાવ્યું કે આ અકસ્માતમાં ૧૭ વાહનો સામેલ હતા, જેમાં એક સેમી-ટ્રક પણ સામેલ હતી. અધિકારીઓના શરૂઆતના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો તેમના વાહનો સાથે ચોંટી ગયા હતા અને એવું લાગતું હતું કે જાણે કારનો ઢગલો થઈ ગયો હોય.SS1