નેપાળમાં વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન આમને સામે આવી શકે છે
કાઠમાંડૂ, નેપાળના એક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનમાં તેમના સમકક્ષ ઇમરાન ખાન એકવાર ફરી આમને સામે હોઇ શકે છે.હકીકતમાં નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ અહીં આયોજીત થનાર પહેલા સાગરમાયા સંવાદ મંચમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત આપ્યું છે આ કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જા બંન્ને નેતા આ કાર્યક્રમમાં પહોંચશે તો એ સંભાવના બનશે કે તેમની મુલાકાત થઇ શકે છે. જો કે હવે એ તેના પર નિર્ભર રહેશે કે બંન્ને નેતા આ કાર્યક્રમમાં પહોંચે.
ગ્યાવલીએ કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે અને પુષ્ટીની રાહ જાઇ રહ્યાં છીએ.તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સહિત તમામ સાર્ક દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.નેપાળી વિદેશ મંત્રીએ કહ્યું કે એપ્રિલમાં યોજાનાર સાગરમાયા સંવાદ વૈશ્વિક અને ક્ષેત્રીય મહત્વના જવલંત મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાટે આયોજીત કરવામાં આવ્યું છે સાગરમાયા સંવાદનું પહેલું સંસ્કરણ જળવાયુ પરિવર્તન પહાડો અને માનવતાના ભવિષ્ય વિષય પર ૨થી ૪ એપ્રિલ સુધી આયોજીત થશે.
તેમણે કહ્યું કે નેપાળને તમામ ક્ષેત્રીય નેતાઓની મેજબાની કરવામાં ખુશી થશે જેથી વિસ્તારની સામે આવનાર પડકારો પર તે પરસ્પર ચર્ચા વિચારણા કરી શકે સંવાદનું નામ દુનિયાના સૌથી ઉચા પર્વત સાગરમાથા (માઉન્ટ એવરેસ્ટ) પર રાખવામાં આવ્યું છે જે દોસ્તીનું પ્રતીક પણ છે.
નેપાળી વિદેશ મંત્રીએ કહ્યું કે તે પાકિસ્તાનને સાર્ક સંદનને મેજબાની સોંપવા તૈયાર છે પરંતુ સાથમાં એ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાનને પોતાના મતભેદોને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવા જાઇએ વિદેશ મંત્રીએ ભારતને એ પણ આશ્વાસન આપ્યું કે નેપાળ પોતાની ધરતીને પોતાના કોઇ પડોસીની વિરૂધ્ધ ઉપયોગ નહીં કરવા દે.