Western Times News

Gujarati News

ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના PUC, વીમો, જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર ન હોય તો ઇ-ચલણ ઇસ્યુ કરાશે

ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી સમયમાં મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે

આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા NHAI તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસીવીમોફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો તેમને ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં રાજય સરકારની “Ease of doing business” તથા “Ease of living”ની પરિકલ્પનાને સાકાર કરવા એન.આઈ.સી. દ્વારા “e-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો-માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનના પીયુસીવીમોફિટનેસ અને પરમીટ જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન  રાખવા અને જો ના હોય તો દિન-૭ (સાત)માં અદ્યતન કરાવી લેવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.