પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાઃ પતિએ પત્નીને છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું

લાઠીમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો
લાઠી, ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી હતી, ત્યારે રાજ્યમાં અકસ્માત, મારામારી સહિતની ઘટનાઓ સામે આવી નોંધાય હતી.
જેમાં અમરેલીના લાઠીમાં ૨૬ વર્ષીય પત્નીને તેના પતિએ મોતની ઘાટ ઉતારી દીધી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાને લઈને પતિએ પત્નીને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતું.
સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને ઘટનાસ્થળે લઈ જવાયો હતો. મળતી માહિતી મુજબ, અમરેલીના લાઠી શહેરમાં કેરિયા રોડ પરના ખોડિયાર નગર ખાતે રેહાના નામની યુવતીને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી.
પત્નીના ચારિત્ય પર શંકામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કૃરતાથી પત્નીની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલીના ડ્ઢરૂજીઁ અને લાઠી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપી ગુલાબ કરીમ શમા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે આરોપીની ગુલાબને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. અમરેલીના ડ્ઢરૂજીઁએ જણાવ્યું હતું કે, ‘લાઠીમાં ધૂળેટીના તહેવારમાં પતિએ તેની પત્નીના ચારિત્ર પર શંકા રાખીને હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો.’