Western Times News

Gujarati News

લુણાવાડા ખાતે 30 દિવસનો ફ્રી AC અને ફ્રીજ રીપેરીંગ તાલીમ કાર્યક્રમ શરૂ થયો

ગ્રામીણ ભાઈઓ તાલીમમાં ભાગ લેવા માટે લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો

મહીસાગર,  મહિસાગર જિલ્લાના તમામ ગ્રામ્ય ભાઈઓને જાણ કરવામાં આવે છે કે લુણાવાડા, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ૦૯-૦૪-૨૦૨૫ના રોજ 30 દિવસીય એસી અને ફ્રીજ રીપેરીંગ તાલીમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. 

જે ઉમેદવારો આ વ્યવસાયમાં રસ ધરાવતા હોય અને આ વ્યવસાયમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા હોય, તેઓ આજે જ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, કુટીર ચોક પાછળ, ચારેલ રોડ, લુણાવાડા. સંપર્ક નં. 9662966628, 9825903151 સંપર્ક કરો. માત્ર ગ્રામીણ ભાઈઓ જ તાલીમમાં ભાગ લઈ શકશે. 

આ તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે અને તમામ તાલીમાર્થીઓને ચા, નાસ્તો અને ભોજન પણ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. જે ભાઈઓ રહેવા માંગતા હોય તેમના માટે સંપૂર્ણ મફત રહેવાની સારી વ્યવસ્થા પણ છે.

તેથી મહિસાગર જિલ્લાના તમામ ગ્રામ્ય ભાઈઓને વિનંતી છે કે તેઓ ભારત સરકાર દ્વારા સંચાલિત અને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત આ સંસ્થાનો મહત્તમ લાભ લઈ તેમના ભવિષ્યના નિર્માણ અને જીવનમાં આત્મનિર્ભર બનીને તેમના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરે. તાલીમ લીધા પછી, સંસ્થા દ્વારા સરકાર માન્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મુદ્રા લોન લેવામાં સહાય પૂરી પાડવામાં આવે છે.

તાલીમમાં ભાગ લેવા માટે ગ્રામીણ બહેનોએ પાસપોર્ટ સાઇઝના 4 ફોટો, ચુટણી કાર્ડની 2 નકલો, આધાર કાર્ડની 2 નકલ, પાન કાર્ડની 2 નકલો (જો કોઈ હોય તો), બેંક પાસબુકની 2 નકલ, રેશન કાર્ડની 2 નકલો અને છેલ્લી માર્કશીટની 2 નકલ  જેવા જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થા ખાતે ઉપસ્થિત રેહવા જણાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.