આગામી ૩થી ૪ દિવસ આકરી ગરમી પડવાની આગાહી

રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગની આગામી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો ૨થી ૩ ડીગ્રી ઉચ્ચે થતાં કાળઝાળ ગરમી અનુભવાશે. આગામી ૩થી૪ દિવસ આકરી ગરમીની આગાહી કરાવમાં આવી છે.
રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮ માર્ચ બાદ વધુ ગરમી અનુભવાશે, આ સમય દરમિયાન દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્્યતા છે. કેટલાક શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રી પહોંચે તેવી શક્્યતા છે. પાટણ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. અહીં સવારથી આકરી ગરમી અનુભવાય.
સવારે તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં ૪ ડિગ્રી તાપમાનનો પારો ઉંચે જવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે ગરમી ૪૨ ડીગ્રીને આંબે તેવી શક્્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાનું અનુમાન છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ૩૬ ડિગ્રીને પાર ગયું છે.
અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૬ ડિગ્રી,ડીસામાં ૩૬.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી,સુરતમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૭ ડિગ્રી,અમરેલીમાં ૩૮.૧ ડિગ્રી, પોરબંદરમાં ૩૨.૨ ડિગ્રી,ભાવનગરમાં ૩૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી,મહુવામાં ૩૫.૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન ૩૬ ડિગ્રીને પાર ગયું છે.
અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૬ ડિગ્રી,ડીસામાં ૩૬.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૬ ડિગ્રી,સુરતમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૭ ડિગ્રી,અમરેલીમાં ૩૮.૧ ડિગ્રી, પોરબંદરમાં ૩૨.૨ ડિગ્રી,ભાવનગરમાં ૩૬.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી,મહુવામાં ૩૫.૬ ડિગ્રી, કેશોદમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોધાયું છે. અન્ય પ્રદેશની વાત કરીએ હવામાનમાં આવેલા બદલાવની સાથે શુક્રવારે સાંજથી દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ગરમીથી રાહત મળી હતી, અહીં તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો.
શુક્રવારે સાંજ બાદ શનિવારે સવારે પણ ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. હરિયાણાના ચાર જિલ્લામાં કરા પડ્યા હતા