ગોધરાકાંડ વિષે શું કહ્યુ PM મોદીએ અમેરિકન પોડકાસ્ટ હોસ્ટ લેક્સ સાથેની વાતચીતમાં

અમેરિકન પોડકાસ્ટ સાથે વાતચીતમાં બોલ્યા પીએમ મોદી-‘૧૪૦ કરોડ દેશવાસી જ મારી તાકાત છે’: PM મોદી
ગોધરાકાંડ એક ભયાનક ઘટના: ૨૦૦૨ પછી, ૨૨ વર્ષમાં ગુજરાતમાં એક પણ મોટો રમખાણ થયો નથી: મોદી
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પાડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી. આ પાડકાસ્ટમાં તેમણે બાળપણ, હિમાલયમાં વિતાલેવા સમય અને જાહેર જીવનની યાત્રા સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પાડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘જ્યારે પણ અમે શાંતિની વાત કરીએ છીએ, તો દુનિયા અમારી વાત સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે.’ India PM Narendra Modi shocking revelations in Lex Fridman podcast
વડાપ્રધાન મોદીએ વાતચીતમાં ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતા કહ્યું કે, ‘જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, તો એવું મોદી નહીં પરંતુ ૧.૪ અરબ ભારતીય કરે છે. મારી તાકાત મારા નામથી નહીં, પરંતુ ભારતની કાલાતીત સંસ્કૃતિ અને વારસાના મૂળમાં છે.’
🇮🇳 India PM Narendra Modi shocking revelations in Lex Fridman podcast🎙️
Here are key takeaways👇
🎙️ 🇮🇳India doesn’t sit on the fence in war—we stand for peace, dialogue, and Buddha’s legacy.
🎙️I invited Pakistan 🇵🇰 to my swearing-in, but some neighbors prefer conflict over… pic.twitter.com/wqbLLRLJMB
— Sumit Kapoor (@moneygurusumit) March 16, 2025
પીએમ મોદીએ વાતચીતમાં ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતા કહ્યું કે, ‘જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, તો એવું મોદી નહીં પરંતુ ૧.૪ અરબ ભારતીય કરે છે. મારી તાકાત મારા નામથી નહીં, પરંતુ ભારતની કાલાતીત સંસ્કૃતિ અને વારસાના મૂળમાં છે.’
લેક્સ ફ્રિડમેનઃ હું છેલ્લા ૪૫ કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ…
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ 2002ના રમખાણો વિશે કહી આ મહત્ત્વની વાત…#PMModiPodcast pic.twitter.com/aWOSkVEvuv
— BJP Gujarat (@BJP4Gujarat) March 16, 2025
આના જવાબમાં, પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો, આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે… આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે… ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે… મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ ‘ગૌરક્ષા’ માટે એક દિવસ ઉપવાસ કરતો હતો…
વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે પણ વાત કરી, અને કહ્યું કે ‘યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર દુનિયાને નુકસાન થયું છે, અને ફૂડ, ફ્યુઅલ, ફર્ટિલાઈઝરનું સંકટ રહ્યું છે. જેથી બન્ને દેશ એક જ ટેબલ પર આવીને બેસે યુદ્ધ ભૂમીમાં નહીં ટેબલ પર પરિણામ નીકળશે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓને બાળપણથી જ કંઈકને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. મને યાદ છે કે સોનીજી સેવા દળ સાથે સંકળાયેલા હતા. નાનો ઢોલ પોતાની પાસે રાખતા હતા. દેશભક્તિના ગીતો અને અવાજ પણ સારા હતા. વિવિધ કાર્યક્રમો હતા. હું પાગલની જેમ તેની વાતો સાંભળવા જતો.
તેમણે કહ્યું કે તેઓ આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતા હતા. મને એમાં મજા આવતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી હતી. પહેલા રમતગમત થતી હતી. પહેલા દેશભક્તિના ગીતો ગાતા હતા. હું સાંભળતો હતો. સારું લાગ્યું. સંઘમાં જોડાયા. તમારે સંઘના મૂલ્યો શીખવા જોઈએ, વિચારવું જોઈએ અને કંઈ પણ કરવું જોઈએ, અને જો તમે અભ્યાસ કરો છો તો દેશ માટે ઉપયોગી થવાનું વિચારો. જો હું એવી કસરત કરું કે તે દેશ માટે ઉપયોગી થાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ સ્થિત પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેની એક મુલાકાતમાં ગોધરા ટ્રેન ઘટનાને અકલ્પનીય તીવ્રતાની દુર્ઘટના ગણાવી હતી જે હિંસા માટે એક ઉત્તેજક બિંદુ બની હતી.
દાયકાઓ લાંબી રાજકીય કારકિર્દીના બીજા પોડકાસ્ટમાં, મોદીએ સ્પષ્ટતા કરી કે આ અત્યાર સુધીના સૌથી મોટા રમખાણો હતા તેવી ધારણા ખરેખર ખોટી માહિતી છે.
મોદીએ રમખાણો પહેલાની આતંકવાદી ઘટનાઓ અને ગુજરાતમાં રમખાણોનો ઇતિહાસ કેવી રીતે રહ્યો છે તે પણ સમજાવ્યું. તેમણે ઉમેર્યું પરંતુ ૨૦૦૨ પછી, ૨૨ વર્ષમાં ગુજરાતમાં એક પણ મોટો રમખાણ થયો નથી.
ગુજરાત સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહે છે. રમખાણોને લગતા આરોપો અંગે મોદીએ કહ્યું, તે સમયે, અમારા રાજકીય વિરોધીઓ કેન્દ્રમાં સત્તામાં હતા, અને સ્વાભાવિક રીતે તેઓ ઇચ્છતા હતા કે અમારી સામેના બધા આરોપો ટકી રહે. તેમના અવિરત પ્રયાસો છતાં, ન્યાયતંત્રે પરિસ્થિતિનું બે વાર બારીકાઈથી વિશ્લેષણ કર્યું અને અંતે અમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા.
જે લોકો ખરેખર જવાબદાર હતા તેમને અદાલતો તરફથી ન્યાયનો સામનો કરવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં આરએસએસની તેમના જીવન પર પડતી અસર વિશે વાત કરી છે. આમાં તેમણે તેમના બાળપણ પર આરએસએસની અસર, આરએસએસના સામાજિક ક્ષેત્રે કરવામાં આવતા રચનાત્મક કામો વિશે પણ ચર્ચા કરી છે. મોદીએ જણાવ્યું કે, જ્યારે તેઓ ૮ વર્ષના હતા, ત્યારે તેઓ આરએસએસ માં જોડાયા હતા.