Western Times News

Gujarati News

પાકિસ્તાની સેના પર બલૂચ આર્મીનો ફિદાયીન હુમલો, ૯૦ સૈનિકોના મોત

બલૂચ વિદ્રોહીઓએ સૈન્યના જવાનોથી ભરેલી ૮ બસો પર આત્મઘાતી હુમલો કર્યો ઃ નોશ્કીના હાઇવે નજીક વાહનોને નિશાન બનાવવામાં આવ્યા

(એજન્સી)ઈસ્લામાબાદ, ફરી એકવાર પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મી એ દાવો કર્યો છે કે રવિવારે નુશ્કી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોથી ભરેલી બસો પર હુમલો કરવામાં આવ્યો છે. Baloch Army suicide attack on Pakistani army, 90 soldiers killed

આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લગભગ ૯૦ સૈનિકો માર્યા ગયા છે. બીએલએની મજીદ બ્રિગેડ અને ફતહ સ્ક્વોડે ૮ બસોના કાફલા પર આત્મઘાતી બોમ્બ હુમલો કર્યો હતો. હુમલામાં તમામ ૮ બસો અને સેનાના જવાનો બળીને રાખ થઈ ગયા હતા.

બલૂચ લિબરેશન આર્મી એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. બીએલએના જણાવ્યા અનુસાર, તેમની મજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ૯૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

બીએલએના જણાવ્યા અનુસાર ક્વેટાથી કફ્તાન જઈ રહેલા ૮ લશ્કરી વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ફિદાયીન લડવૈયાઓએ નોશ્કીના હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા હતા. નોશ્કીના એસએચઓ ઝફરુલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે એક ફિદાયીન સેનાના કાફલા સાથે અથડાયો હતો. ત્યારબાદ બીએલએની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓ સેનાના કાફલામાં ઘૂસી ગયા અને જવાનોની હત્યા કરી.

જે વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. સુલેમાનીના જણાવ્યા અનુસાર ઘાયલોને નોશ્કી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. માત્ર ૫ દિવસ પહેલા જ બીએલએએ પેસેન્જર ટ્રેન હાઈજેક કરી હતી. તેમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હુમલો ક્વેટાથી ૧૫૦ કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.