કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવનાર આતંકી પાકિસ્તાનમાં ઠાર

૨૦૧૭ના રિયાસી બોમ્બ વિસ્ફોટ અને ૨૦૨૩માં જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હુમલાઓમાં સામેલ હતો.
(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનું મોત થયું છે. લશ્કર એ તૈયબાના આતંકી અબુ કતાલ સિંધીની હત્યા કરવામાં આવી છે. ભારતે અબુ કતાલને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો. ભારતમાં અનેક આતંકી હુમલામાં અબુ કતાલનો હાથ હતો. Terrorist Abu Qatal who attacked pilgrim bus in Kashmir killed in Pakistan
જમ્મુ કાશ્મીરમાં અનેક હુમલા કરવાનો માસ્ટરમાઈન્ડ હતો. અબુ કતાલ આતંકી હાફિઝ સઈદનો ભત્રીજો હતો. અજાણ્યા બાઈકચાલકોએ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. અબુ કતાલની સાથે રહેલા તેના સાગરીતનું પણ મોત નિપજ્યું છે. ૨૦૦૮ ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો ભત્રીજો અને કુખ્યાત આતંકવાદી અબુ કતલને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે.
અબુ કતાલ, જેને કતલ સિંધી તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તે ૨૦૧૭ના રિયાસી બોમ્બ વિસ્ફોટ અને ૨૦૨૩માં જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હુમલાઓમાં સામેલ હતો. કતાલ જ્યારે તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારી દીધી હતી.
તેના મૃત્યુ સાથે ભારતીય એજન્સીઓ દ્વારા વર્ષોથી તેમની ગતિવિધિઓ પર નજર રાખતી લાંબી શોધનો અંત આવ્યો. કતાલનો સમાવેશ ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં થયો હતો. ૨૦૧૭ના રાયસી બોમ્બ હુમલામાં કતાલની ભૂમિકા હતી. જેમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૯ જૂન, ૨૦૨૩ ના રોજ રિયાસીમાં શિવ ખોરી મંદિર પાસે બસ પર થયેલા ઘાતક હુમલા પાછળ પણ કટાલનો હાથ હતો.
આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હાફિઝ સઈદના વિશ્વાસુ સાથી, અબુ કતાલને લશ્કર-એ-તૈયબાના મુખ્ય ઓપરેશનલ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેના નેતૃત્વ હેઠળ, લશ્કરે જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી કાર્યવાહી કરાઈ છે. રાયસી ઉપરાંત, કતલ અન્ય ઘણા હુમલાઓમાં પણ સામેલ હતો.
જાન્યુઆરી ૨૦૨૩ માં, તેમણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને ડાંગરીમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં બાળકો સહિત સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં સંડોવણી બદલ એનઆઈએએ તેની ચાર્જશીટમાં કતાલનું નામ સામેલ કર્યું હતું.