Western Times News

Gujarati News

એક કરોડની નુકસાનીનો દાવો ધનુષે નયનતારાની સામે કેમ માંડયો?

મુંબઇ, ધનુષનાં પ્રોડકશનહાઉસ વંડરબાર ફિલ્મ્સે અભિનેત્રી નયનતારા અને તેના પતિ વિગેન્શ શિવનની નેટફલિકસ ડોક્યુમેન્ટ્રી, નયનતારા: ધ ફેયરીટેલના વિરુદ્ધ સિવિલ કેસને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.અભિનેતાએ પોતાને થયેલા નુકસાન પટે એક કરોડ રૂપિયાની માંગણી કરી છે. કોર્ટે આ મુદ્દે નવમી એપ્રિલે વધુ સુનાવણી યોજવાનું નક્કી કર્યું છે.

વંડરબાર ફિલ્મસે જણાવ્યું હતું કે વિગ્નેશ શિવને અનાવશ્યક રીતે ફક્ત નયનતારા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફિલ્મના અન્ય કલાકારો અને ક્રૂને નજરઅંદાજ કરીને નયનતારા સાથે જોડાયેલા દ્રશ્યોને શ્રેષ્ઠ દાખવવા માટે  વારંવાર રીટેક કરવામાં આવ્યા હતા. Why did Dhanush file a claim for damages of one crore against Nayantara?

કોપીરાઇટના ઉલ્લનંઘન પર આધારિત આ મામલામાં આરોપ મુકવામાં આવ્યો છે કે, નેટફલિકસ ડોક્યુમેન્ટ્રી,માં નાનુમ રાઉડી ધાનના શૂટિંગનાં દ્રશ્યો પરવાનગી વગર ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નયનતારાએ ૨૦૧૫માં તમિલ ફિલ્મ નાનુમ રાઉડી ધાનમાં વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું. જેનું દિગ્દર્શન વિગ્નેશ શિવનનું હતું અને ફિલ્મનું નિર્માણ ધનુષના બેનર વંડરબાર ફિલ્મ્સ દ્વારા કરાયું હતું.

ધનુષે આ ફિલ્મનાં ફૂટેજનો નેટફલિકસ ડોક્યુમેન્ટ્રી, માટે ઉપયોગ કરવા મંજૂરીનો ઈનકાર કરતાં નયનતારાએ ધનુષને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. આ નેટફલિકસ ડોક્યુમેન્ટ્રી, રીલિઝ થયા પછી ધનુષે પ્રોડકશન હાઉસ તરફથી નયનતારા, વિગ્નેશ શિવાન અને તેના પ્રોડકશન હાઉસ રાઉડી પિકચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.