ઈમારતમાં સંતાડેલા ૧૩ વર્ષ જૂનાં વિસ્ફોટકોમાં પ્રચંડ બ્લાસ્ટ

સીરિયા, સીરિયામાં છેલ્લા ૧૩ વર્ષથી ચાલી રહેલી હિંસક અથડામણ દરમિયાન અનેક મકાનોમાં શસ્ત્રો અને વિસ્ફોટકો સંતાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
જોકે તેના પરિણામે જ સીરિયાના દરિયાકાંઠે આવેલા લતાકિયા શહેરની એક ઇમારતમાં સંતાડવામાં આવેલા વિસ્ફોટકોમાં શક્તિશાળી વિસ્ફોટ થયાની ઘટના બની હતી. જેના કારણે આ ઇમારત ધરાશાયી થઇ જતાં ૧૬ લોકોનાં મોત થયા છે.બચાવદળના સભ્યોએ ઇમારતના કાટમાંળમાંથી પાંચ મહિલાઓ અને પાંચ બાળકો સહિત ૧૬ મૃતદેહો બહાર કાઢયા છે. આ ઘટનામાં અન્ય ૧૮ લોકો ઘાયલ થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર માળની ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા સ્ક્રેપ સ્ટોરેજમાં વિસ્ફોટ થયો હતો.ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સે ફેબ્›આરીમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૩ વર્ષાેમાં સીરિયામાં છુપાવેલા વિસ્ફોટકોને કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા છે.SS1MS