1200 કરોડનો ખર્ચે AMC 7 સ્થળોએ આઈકોનીક રોડ ડેવલપ કરશે

પ્રતિકાત્મક
સાણંદ સર્કલથી ગાંધીનગર જ-૭ સુધી ૩૯.૮ કિ.મી.નો આઈકોનીક રોડ ડેવલપ કરાશે-અમદાવાદ- ગાંધીનગર મનપા, ઔડા અને હાઈવે ઓથોરીટી સંયુકત રીતે કામગીરી કરશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭ સ્થળે રૂ.૩પ૦ કરોડના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે. જેમાં પકવાન જંકશનથી ઈસ્કોન સુધીના રોડનો પણ સમાવેશ થાય છે.
એસ.જી.હાઈવે પર આવેલા આ રોડનું કામ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુચનાને ધ્યાનમાં લઈ સાણંદ જંકશનથી ગાંધીનગર જ-૭ જંકશન એટલે કે મંત્રીઓના નિવાસ સ્થાન સુધી આઈકોનીક રોડ બનાવવામાં આવશે. જેમાં એક સાથે ૪ ઓથોરીટી સંયુકત રીતે કામ કરશે. આ રોડ બનાવવા માટે અંદાજે રૂ.૧ર૦૦ કરોડનો ખર્ચ થશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૪૭ મોટા ચીલોડાથી સનાથલ સર્કલ (એસ.જી.હાઈવે) પૈકી સાણંદ જંકશનથી જ-૭ જંકશનનાં કુલ ૩૯.૮ કિ.મી સ્ટ્રેચનું રીક્રએશન કરી ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકાને સંયુકત રીતે સાંકળતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આઈકોનીક રોડ બનાવવા માટે અમદાવાદ-ગાંધીનગર મનપા, નેશનલ હાઈવે ઓથોરિટી અને ઔડા સંયુકત રીતે કામગીરી કરશે. જેના માટે આ ચાર ઓથોરિટી મળી એક નવી કંપની બનાવશે જેના મારફતે ટેન્ડર પ્રક્રિયા સહિત તમામ કામગીરી કરવામાં આવશે. આ આઈકોનીક રોડ માટે પ્રતિ કિ.મી. રૂ.૩૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સર્વિસ રોડ અને બફરઝોનમાં અનિયમિત ડેવલપમેન્ટ હોઈ તેને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવા પૈકી હાલમાં પ્રાથમિક ધોરણે ઈસ્કોન જંકશનથી પકવાન જંકશનને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સર્વિસ રોડ બાદથી અ.મ્યુ.કો.નાં સર્વિસ રોડ સુધીનો ૧.૩૦ કિ.મી લંબાઈ અને ૧ર મીટરથી લઈ ર૮ મીટર સુધીની પહોળાઈમાં અર્બન ગ્રીન હાઈવે તરીકેનું ડેવલપમેન્ટ કરવા માટેનું આયોજન છે.
હાલમાં ઈસ્કોનથી પકવાન જંકશન ડેવલપમેન્ટ માટેની કામગીરી અ.મ્યુ.કો. દ્વારા કરવામાં આવી રહેલ હોઈ, જેમાં ૮૦૦ મીટરની લંબાઈમાં પકવાન જંકશનથી ઈસ્કોન સુધીની કામગીરી હાલમાં ચાલી રહી છે જે પૈકી ૧૧૦ રનીંગ મીટરનો સેમ્પલ સ્ટ્રેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતા સ્ટ્રેચમાં ગણેશજીની મૂર્તિ તથા ફાઉન્ટેનનાં લોકેશન ફાયનલ કરી તેનો ઓર્ડર આપવામાં આવ્યા છે તેમજ તેનાં ફાઉન્ડેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સ્ટ્રેચનું કામ ટુંક સમયમાં પૂર્ણ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ સૂચન
– હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી અ.મ્યુ.કો.ના સર્વિસ રોડનું ડેવલપમેન્ટ કરવું.
– થોડા થોડા અંતર પર હિન્દુ સંસ્કૃતિને સુચાગર કરે તેવાં ભગવાન ગણેશ, હનુમાનજી વગેરેની મોટી મૂર્તિઓ સ્થાપ્ત કરવી.
– ઓછામાં ઓછા ર૦ટકા વૃક્ષો ૧૦૦ વર્ષથી વધુ જીવંત રહે તેવાં લેવા જેમાં લીમડો, પીપળ, વડ વગેરે જેવા વૃક્ષોનું વાવેતર અને તેની જાળવણી
– સ્ટ્રેચવાઈઝ ડેવલોપમેન્ટ કરવામાં આવે તેમાં ઓછામાં ઓછા પ્રતિ ર કિ.મીએ જુદા જુદા ગુજરાતી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડીયન, પંજાબી જેવા ફૂડ સ્ટોલ તેમજ લોકલ નાસ્તા વગેરેનું પ્રોવિઝન કરવું.
– ગ્રીન પેચ વિસ્તારમાં મોટા ફુવારા થીમ બેઝ કરવા.
– બેઠક વ્યવસ્થામાં જાહેર પબ્લીક આકર્ષિત થાય તે હેતુથી મોટા પ્લાઝામાં જુદી જુદી એકટીવીટી થાય તે મુજબનું આયોજન કરવું અને ગેધરીંગ પ્લસ
– ડીઝાઈન યુક્ત બસ સ્ટેન્ડ, આધુનિક ફેસીલીટી સાથેનાં ટોઈલેટ
– ઓનસ્ટ્રીટ પાર્કીગ રોડની હયાત પહોળાઈ મુજબ કરવી.
– ઈન્ટીગ્રેડેટ લેન્ડ સ્કેપ લાઈટીંગ, લાઈટ પોલ, હાય માસ્ક ઈલેકટ્રીક પોલને ડીઝાઈનયુક્ત ધ્રાન્ધા સ્ટોનથી/ પ્રી-કાસ્ટ જાળીથી કવર કરી શેફટી તથા સુંદરતામાં વધારો કરવો. – જંકશન ઈમ્પ્રુવમેન્ટ, પ્લાન્ટેશનયુક્ત વોક વે