Western Times News

Gujarati News

ખાલિસ્તાની આતંકીઓ અંગે અમેરિકાનો મોટો નિર્ણય

આતંકવાદ સામે ભારત-અમેરિકા સંયુક્ત રીતે કામ કરશે -રાજનાથ સિંહ અને અજિત ડોભાલની યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સાથે ખાસ બેઠક યોજાઈ

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડ અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. National Security Advisor Ajit Doval holds bilateral talks with US Director of National Intelligence Tulsi Gabbard over strengthening intelligence sharing and security cooperation.

જો કે સુરક્ષા પરિષદમાં યોજાયેલી આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે એ વાત પર સહમતિ બની છે કે ભારત વિરોધી ગતિવિધિઓ કરવા માટે ખાલિસ્તાનીઓને હવે અમેરિકામાં સ્થાન નહીં મળે.

૨૦ દેશોના ગુપ્તચર વિભાગના વડાઓ સાથે આયોજિત કોન્ફરન્સ ઉપરાંત અજિત ડોભાલ અને તુલસી ગબાર્ડ વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સાથે સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે, આ માટે અપનાવવામાં આવનારી પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આતંકવાદ અને ઉભરતી ટેક્નોલાજીના જોખમો સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. ઈન્ડો-પેસિફિક મહાસાગરમાં સુરક્ષા, આતંકવાદનું ભંડોળ, ઈમિગ્રેશન અને દેશનિકાલને લગતી ચર્ચાઓ પણ થઈ હતી.

તુલસી ગબાર્ડ અઢી દિવસની મુલાકાતે રવિવારે સવારે ભારત પહોંચ્યા હતા. ગબાર્ડની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ઉચ્ચ અધિકારીની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. તેઓ જાપાન, થાઈલેન્ડ અને ફ્રાંસના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે ભારતની મુલાકાત પણ લીધી છે. ગયા મહિને, ગબાર્ડ વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

રાયસીના ડાયલોગમાં ભાગ લેવા આવેલા તુલસી ગબાર્ડ સમક્ષ રક્ષા મંત્રીએ ગુરપતવંતસિંહ પન્નુના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા જીહ્લત્ન પર ભારતની ચિંતા વ્યક્ત કરી હતી કે, ભારત સતત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરૂદ્ધ મજબૂત ગ્લોબલ એક્શન લેવા દબાણ કરી રહ્યું છે. આ સંગઠન ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ વિદેશોમાં હજુ એક્ટિવ છે.

વધુમાં રાજનાથ સિંહે કહ્યું છે કે, ગબાર્ડનું આ પગલું ખાલિસ્તાની અલગાવવાદીઓનો મુકાબલો કરવા અને આતંકી ફંડિંગ અટકાવવામાં વૈશ્વિક સહયોગની શોધ કરતાં ભારત માટે લાભદાયી છે.

રક્ષા મંત્રીએ એસએફજે ના પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાણ અંગે માહિતી ગબાર્ડને આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગતવર્ષે નવેમ્બરમાં પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય સરકારી અધિકારીની સંડોવણી હોવાનો આરોપ મૂક્્યો હતો. જો કે, ભારતે પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં પોતાની કોઈપણ ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા આપી હતી.

શીખ ફોર જસ્ટિસના નેતા પન્નુ પાસે અમેરિકા અને કેનેડા એમ બે દેશોની ડ્યુઅલ સિટિઝનશીપ છે. તે આતંકવાદના આરોપો હેઠળ ભારતમાં વોન્ટેડ અપરાધી છે. તેને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

તુલસી ગબાર્ડે ટેરિફ મુદ્દે જણાવ્યુ હતું કે, આ નિર્ણયને સકારાત્મક રીતે જોવાની જરૂર છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, વડાપ્રધાન મોદી ભારતની અર્થવ્યવસ્થા અને ભારતીયોના હિત માટે વિચારશે. પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકા અને અમેરિકન્સના હિતમાં નિર્ણય લઈ રહ્યા છે. બંને દેશના નેતા આ મામલે સમાધાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર આવેલી ગબાર્ડે સોમવારે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકાના રાજકીય સંબંધોને ગાઢ બનાવવા, વિશેષ રૂપે રક્ષા અને સુચના આપવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતાં ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.