Western Times News

Gujarati News

USA ટ્રમ્પના ડીપોર્ટેશનના ૧૮મી સદીના કાયદા સામે કોર્ટે રોક લગાવી

સરકારની કાર્યવાહી રોકવાની સત્તા કોર્ટને મળે તો સમગ્ર તંત્રને લકવો મારી ગયા જેવી સ્થિતિ સર્જાશેઃ ટ્રમ્પ તંત્ર

વોશિંગ્ટન, અમેરિકામાં ડીપોર્ટેશનની કાર્યવાહીને ઝડપથી હાથ ધરવા માટે ટ્રમ્પ સરકારે ૧૮મી સદીના કાયદો અજમાવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, અમેરિકામાં વેનેઝુએલાની ગેંગના સભ્યોએ ઘૂસણખોરી કરી છે અને તેઓ દેશ માટે જોખમી હોવાથી તાત્કાલિક દેશનિકાલ જરૂરી છે.

કોર્ટે ગણતરીના કલાકોમાં આ કાયદાના અમલ પર રોક લગાવતા સરકાર અને કોર્ટ આમને-સામને આવી ગયાં છે. કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચીફ જજ જેમ્સ ઈ બોસબર્ગે આ મામલે ઝડપી સુનાવણી હાથ ધરી હતી અને સરકારના હુકમ પર રોક લગાવી હતી. કોર્ટે ઠરાવ્યું હતં કે, સરકાર ઈમિગ્રન્ટ્‌સ સાથેની ફ્લાઈટને રવાના કરી દીધી છે.

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વેનેઝુએલાની ખતરનાક ગેંગના ૩૦૦થી વધુ સભ્યોને ડીપોર્ટ કરવામાં આવશે અને તેમને અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસની જેલોમાં રાખવામાં આવશે. આ મામલે એસીએલયુ અને ડેમોક્રેસી ફોરવર્ડ નામની સંસ્થાઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યાે હતો. આ મામલે ત્વરિત સુનાવણીની જરૂરિયાત હોવાનું જણાવી જજ બોસબર્ગે કહ્યું હતું કે, ડીપોર્ટેશનની કાર્યવાહીમાં થોડો વિલંબ થવાથી સરકારને કોઈ નુકસાન જવાનું નથી.

આ લોકોને સરકારની કસ્ટડીમાં રાખવા જોઈએ અને તેમને કોઈ ફ્લાઈટમાં રવાના કર્યા હોય તો આવા પ્લેન તરત પરત બોલાવવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.