Western Times News

Gujarati News

મે અને જૂન મહિનામાં દેશમાં વિજળીની અછત વર્તાવાની શક્યતા

પ્રતિકાત્મક

દેશમાં કાળઝાળ ગરમીમાં જ વીજળીની ભયંકર અછત વર્તાશે -મે-જૂનમાં દેશમાં વીજળીની માગ ૧૫થી ૨૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે

(એજન્સી)નવી દિલ્હી, સમગ્ર દેશમાં તાપમાન વધી રહ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રૅકોર્ડ તોડી રહી છે. દરમિયાન જો તમે પણ અત્યારથી પંખા, કુલર અને એસીનો આશરો લઈ રહ્યા હોવ તો તમે ખૂબ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે.

જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે તે છે પાવર કટ. ભારતના ટોપ ગ્રિડ ઓપરેટરે ગરમીની સીઝનમાં સમગ્ર દેશમાં થનાર પાવર કટને લઈને મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. જે અનુસાર મે અને જૂનમાં ભારે માગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે અને આ દરમિયાન પાવર કટનું રિસ્ક સૌથી વધુ હશે.

નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરએ વીજળીના પુરવઠા અને તેના વપરાશને લઈને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. તે અનુસાર મે-જૂનમાં દેશમાં વીજળીની માગ ૧૫થી ૨૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે. એનડીએલસી અનુસાર મેમાં આ ડિમાન્ડ સૌથી વધુ હશે અને આ માગને પૂરી કરવી ખૂબ મુશ્કેલ હશે.

એક અનુમાન અનુસાર લગભગ એક તૃતીયાંશ શક્્યતા છે કે મેમાં સરેરાશ પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. જૂનમાં વીજળીનો પુરવઠો પૂરતો ન હોવાની ૨૦ ટકા શક્્યતા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત મે અને જુલાઈમાં માગ પૂરી થઈ શકતી નથી. માગ અને પુરવઠાની વચ્ચે ૧૫ ગીગાવોટથી વધુનું અંતર થઈ જાય છે. મે, જૂન, જુલાઈ અને આૅગસ્ટ ૨૦૨૫માં બિન-સૌર કલાક દરમિયાન અછત થવાની વધુ શક્્યતા છે.’ એનડીએલસી અનુસાર આ વર્ષે ઉનાળામાં મહત્તમ માંગ ૨૭ ગીગાવોટ રહેવાનું અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.