વીજ લાઈનના વાયર સ્પાર્ક થતાં આગ ભભૂકતા 100 વીઘાનો ઘઉંનો પાક ખાક

AI Generated
વંથલી તાલુકાના સેંદરડા અને ટીનમસ ગામની સીમમાંથી પસાર થતી લાઈનને કારણે નુકશાન
જૂનાગઢ, સોરઠમાં ઉનાળો આકરો બને છે. ગગનમાંથી અગન વર્ષા વચ્ચે શિયાળુ પાક સમેટવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વંથલી તાલુકાના સેંદરડા અને ટીનમસ ગામની સીમમાંથી પસાર થતી વીજલાઈનના તાર અથડાવવાથી સ્પાર્ક થતાં ઘઉંના પાકમાં આગગ ભભૂતી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અનેક ખેડૂતોનો એકસો વિઘાનો ઉંઘનો પાક ભસ્મીભૂત થતાં કિસામનો મૂંઝવણમાં મૂકાયા છે. વીજતંત્ર દ્વારા નુકસાનીના વળતર માટે સર્વે હાથ ધરાયો છે. 100 bighas of wheat crop burnt to ashes after fire breaks out due to spark from power line wire
વંથલી તાલુકાના સંદરડા અને ટીનમસ ગામે પસાર થતી ૧૧ કે.વી. વીજલાઈન ભારે પવનને કારણે વીજતાર અથડાતા સ્પાર્ક થતાં, આગના તણખા ઘઉંના પાક ઉપર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જોતજોતામાં એકસોથી વધુ વિઘામાં ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો.
આ અંગેની જાણ થતાં કિસાનો ઉમટી પડયા હતા. આ વિસ્તારના સહકારી અગ્રણી દિનેશભાઈ ખટારિયા દોડી ગયા હતા અને વીજ સત્તાવાળાઓને જાણ કરી હતી. વીજ તંત્ર દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેમણે ઈન્સ્યુરન્સ કંપનીને જાણ કરતા તેઓ નુકસાનીનો સર્વે કરવા ટીમ આવી પહોંચી છે. કિસાનોની ચાર માસની કમાણી સ્વાહા થઈ ગઈ છે.
આ આગમાં કરોડોની કિંમતના ઘઉંનો પાક સ્વાહા થતાં યોગ્ય વળતરની કિસાનોમાંથી માગણી ઉઠી છે. આ અંગે વંથલી પીજીવીસીએલના નાયબ ઈજનેર દર્શનાબેન વીસાવાડીયાએ જણાવ્યું કે, આ બનાવની જાણ થતાં ટીમ સ્થળ ઉપર પહોંચી હતી પણ આગ કાબૂમાં થઈ શકે તેમ ન હતી.
પીજીવીસીએલ દ્વારા ઈન્સ્યોરન્સ કરાવેલ હોય તેની નિયમ મુજબ સર્વે કરીને નુકસાનનું વળતર ચૂકવાશે આ માટે કંપની દ્વારા સર્વે હાથ ધરાયો છે. અંદાજે ર૦થી વધુ ખેડૂતોનો ઘઉંનો પાક ખાક થઈ ગયો છે.