હું તેમને માન આપું છું જેમણે સૌથી ઉચું સરકાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છેઃ કોંગ્રેસના નેતા

પીએમ મોદીએ જે સારું કર્યું છે તેનો સ્વીકાર કરીએ છીએઃ મારો મેસેજ પહોંચાડો-કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલે PM મોદીની પ્રશંસા કરી
(એજન્સી)અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતીમા-સ્ટેચ્યુ ઓફ યુનીટી આજે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં ગુજરાતની નવી ઓળખ ઉભું કરી ચુકયું છે. આ વખતે કોંગ્રેસે નેતા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણ બદલ પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે.
ખેડા લોકસભાના પુર્વ સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી દીનશા પટેલે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. દીનશા પટેલે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીંના કાર્યો અને વ્યકિતત્વ વિશે હકારાત્મક ટીપ્પણી કરતાં કહયું છે. કે પીએમ મોદીએ જે સારું કર્યું છે. તેનો સ્વીકાર કરીએ છીએ. જે સારું કર્યું છે તે સારુ જ છે.
હું તેમને માન આપું છું જેમણે સૌથી ઉચું સરકાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું તે મારા મિત્ર છે. તેનઓ આજે પણ સારા સંબંધ નિભાવી રહયાં છે. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા અને ખેડાના પુર્વ સાંસદ દિનશા પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કહયું હતું કે, મારી સાથે સારો સંબંધ રાખે છે. અને સારો વ્યવહાર પણ રાખે છે. તે મારા મિત્ર છે. આ સંદેશો મારો બીજાને પહોચાડાવામાં માટે જણાવયું હતું.
ગુજરાતના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલે રાહુલ ગાંધીના રાજ્ય એકમના કેટલાક નેતાઓ ભાજપના ‘એજન્ટ’ તરીકે કામ કરવાના દાવાઓનું ખંડન કર્યું છે. દિનશા પટેલે IANS સાથેની ખાસ વાતચીતમાં રાહુલના ગુજરાત કોંગ્રેસ એકમ પર સીધા પ્રભારી હોવાના દાવા સાથે માત્ર અસંમત જ નહોતા, પરંતુ તેમણે આ વાતને પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
“હું તેમની સાથે સહમત નથી કારણ કે બંને પક્ષોના પ્રતિનિધિઓ ઘણા સામાજિક કલ્યાણ કાર્યો માટે એકબીજા સાથે જોડાયેલા છે. ડેરી આઉટલેટ અથવા બેંક ખોલવા જેવા પ્રોજેક્ટ્સ માટે, તેઓ આ દિશામાં તેમના પ્રયાસોમાં સહયોગ કરે છે,” તેમણે અભિપ્રાય આપ્યો.
રાહુલની ટિપ્પણીએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે તેમણે ગુજરાત કોંગ્રેસને રાજ્યની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પાર્ટી એકમમાંથી ભાજપના ‘સહાનુભૂતિ રાખનારાઓ’ને દૂર કરવા કહ્યું હતું.