BJP કાર્યકરની હત્યામાં જેલની સજા ભોગવી રહેલા પાસે મોબાઈલ કેવી રીતે આવ્યો?

બિલોદરા જેલમાં મોન્ટુ નામદાર પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો
(એજન્સી)અમદાવાદ, ખેડા-નડીયાદ એલસીબીની ટીમે બીલોદરા જેલમાં સરપ્રાઈઝ વીઝીટ દરમ્યાન આરોપી મોન્ટુ નામદાર પાસેથી મોબાઈલ ઝડપ્યો હતો. આઅ મામલે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મોન્ટુ નામદાર સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યાના કેસમાં મોન્ટુ નામદાર સહીતના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. How did a person serving a prison sentence for the murder of a BJP worker get a mobile phone?
મોન્ટુ જેલમાં મોબાઈલ ફોન અને દારૂની સુવિધા મળતો હોવાના આક્ષેપ કરતી અરજી ફરીયાદીને ત્રણ મહીના પહેલા કરી હતી. ખાડીયા હજીરાની પોળમાં ર૦રરના જુન માસમાં બેઝબોલ અને લાકડીઓના ક્રૂરતાથી ફટકા મારી ભાજપ કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીને મોન્ટુ નામદાર અને તેના સાગરીતોએ હત્યા કરી નાખી હતી.
હત્યાના આ બનાવમાં ઝોન-૩ના તત્કાલીન ડીસીપીના સુપરવીઝનમાં ક્રાઈમબ્રાંચને તપાસ સોપાઈ હતી.આ કેસમાં ક્રાઈમબ્રાંચે મોન્ટુ નામદાર સહીતના આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. મોન્ટુ નામદાર પકડાયા બાદ આરોપી જેલમાં મોબાઈલ ફોન અને દારૂની સુવિધા મેળવતો હોવાની અરજી કેસના ફરીયાદીએ કરી હતી.