Western Times News

Gujarati News

મોતને ભેટ્યા પણ ઓળખ ના થઈ હોય તેવા ર,ર૭૭ સ્ત્રી-પુરુષના સ્વજનોને શોધવા પોલીસ સક્રિય બની

છેલ્લા પાંચ વર્ષમાં કામગીરી દરમિયાન ર૦૦૮ પુરુષ, ર૦૩ સ્ત્રી, ૩પ છોકરા અને ૩૧ છોકરીની લાશ મળી પણ ઓળખ ન થઈ !

(એજન્સી)અમદાવાદ, જીવનલીલા સંકેલાઈ ગઈ હોય પણ ઓળખ ના થઈ હોય તેવી રર૭૭ આત્માના ન્યાય માટે ક્રાઈમબ્રાંચે ‘ઓપરેશન ઓળખ’ શરૂ કર્યું છે.

રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં ર૦૦૮ પુરુષ ર૦૩ર સ્ત્રી, ૩પ છોકરા અને ૩૧ છોકરીઓ મળી કુલ રર૭૭ લોકોની લાશ મળી પણ તેઓની ઓળખ થઈ શકી ન હોવાથી તેઓના સ્વજનોને શોધવા માટે ક્રાઈમબ્રાંચ સક્રીય થઈ છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઓપરેશનને સફળ બનાવવા ઉડાણમાં તપાસ શરૂ કરી છે.

રાજયના જુદાજુદા જીલ્લા શહેરમાંથી રોજબરોજ કેનાલ, નદી આવારૂ જગ્યા સહીતના જુદાજુદા સ્થળેથી પોલીસને બિનવારસી લાશો મળતી હોય છે પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતની નોધ કરી મૃતકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી તેમજ એફએસએલમાં વિષેરા રીપોર્ટ મોકલી વ્યકિતનું મોત કઈ રીતે થયું તે જાણવા સુધીની તપાસ કરવામાં આવે છે.

એફએસએલ અને પીએમ રીપોર્ટમાં વ્યકિતની હત્યા થયાનો ખુલાસો થાય તો પોલીસ અજાણી વ્યકિતની હત્યા થયાનો ગુનો જાતે ફરીયાદી બની અજાણ્યા આરોપી સામે નોધી તપાસ શરૂ કર છે. જોકે કેટલાક કેસોમાં મૃતકની ઓળખ થતી નથી. જેના કારણે હત્યારા સુધી પહોચવું પોલીસ માટે લગભગ અશકય હોય છે.

આ ઉપરાંત મરનાર વ્યકિતની ઓળખ ના થાય તો તેના સ્વજનો પણ પોતાના ગુમ મુત્ર પુત્ર,પતી, પત્ની, માતા, પિતા, ભાઈ બહેન, સહીતા લોકોની પરત આવવાની આશા સાથે જીવતા હોય છે. રાજયમાંથી છેલ્લા પાંચ વર્ષમાં મળેલી બીનવારસી ડેડબોડીમાં રર૭૭ લોકો એવા છેકે, જે લોકોને ઓળખ થઈ શકી નથી.

જેમાં આત્મહત્યા કરી હોય કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય, અકસ્માતે મોતને ભેટયા હોય અને હત્યા થઈ હોય તેવા સ્ત્રી, પુરુષ છોકરા અને છોકરીઓના સમાવેશ થાય છે. પોલીસ માટે પ્રથમ મહત્વનું કામ હત્યા થઈ હોય તેવા લોકોની ઓળખ અઅને તેમના સ્વજનોની શોધખોળ કરવાની છે.

ક્રાઈમબ્રાંચમાં સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, હત્યા કરાઈ હોય તેવી વ્યકિતની ગુમ થયા બાદ મૃત્યુ પામી હોય તેવી વ્યકિતની ઓળખ ના થઈ હોય તેવા લોકોના સ્વજનો સતત પોતોના ગુમ કુટુંબીની યાદમાં અને વિચારોમાં જીવતા રહે છે. ગુમ સ્વજનને શોધવા માટે ઘણા પરીવારો હજારો કિલોમીટર સુધી ભટકતા હોય છે.

આવા લોકોને ખબર પડે કે તેના સ્વજન સાથે શું થયું અથવા તો તે કયાં છે તો તેમની દોડધામ અને તણાવનો અંત આવી શકે છે. વ્યકિતનું મૃત્યુ થયું પણ ઓળખ ના થઈ હોય તેવી વ્યકિતના આત્માના ન્યાય માટે સમગ્ર ઓપરેશન ચાલુ કરવાનો વિચાર અમલમાં મુકાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.