બટાકા ખાવામાં સરળ, પચવામાં કેવા છે જાણો છો ?

AI generated image
નવી દિલ્હી, બટાકા નામ પડતા મોંઢામાં પાણી આવી જાય. બટાકા મોટેભાગે બધાને ભાવતા હોય છે. ગૃહિણીઓ માટે ‘બટાકા’ શાકભાજીનો રાજા છે. કારણ કે દરેક શાકમાં તેનો છૂટથી ઉપયોગ થાય છે. ગૃહિણીઓ સરળતાથી બટાકાને સમારીને અન્ય શાકમાં ઉપયોગ કરે છે
બટાકા દરેક શાકભાજીમાં સરળતાથી ભળી જાય છે. પરંતુ સવાલ એ છે કે બટાકા પચવામાં સરળ હોય છે ખરા ? બધાને બટાકા માફક આવતા હોય છે તેવુ નથી ઘણા લોકો એવા છે કે જેમને બટાકાથી ગેસ- અપચો થઈ જતો હોય છે એટલે તેઓ બટાકા ખાવાનું ટાળતા જોવા મળે છે પરંતુ બટાકા મોટેભાગે દરેકની ભાવતી શાકભાજી છે.
પહેલાના સમયમાં લગ્નપ્રસંગોમાં બટાકાનું રસાવાળુ ચટાકેદાર શાક વખણાતુ દાળ અને બટાકાના શાકની બોલબાલા રહેતી આજના યુગમાં કદાચ યુવા પેઢીને બટાકા ઓછા ભાવતા હોય તે બની શકે તેમ છે. પરંતુ બર્ગરમાં જે ટીકકી બનતી હોય છે તેમાં બટાકા હોય છે ચીપ્સ બટાકામાંથી બને છે. ફેંચફ્રાઈસ, વડાપાઉંનું વડુ. ટૂંકમાં ગણવા જઈએ તો ઘણી વસ્તુઓ બટાકામાંથી આકાર પામે છે.
મૂળતો બટાકા જ વપરાતા હોય છે. ભજીયા- બટાકાતો ઠેરઠેર જોવા મળશે. લગ્ન પ્રસંગોમાં- પાર્ટીઓમાં બનાવાય છે. નાસ્તામાં તો તેનો ભરપુર ઉપયોગ થાય છે. પરંતુ બટાકાને પચવામાં કેટલો સમય લાગે છે તે સમજવા જેવુ છે આ વાત અંગે જાણકારો અલગ-અલગ મંતવ્ય આપે છે પરંતુ સામાન્ય સમજણની ભાષામાં કહીએ તો બટાકાને પચવામાં ૬૦ થી ૧ર૦ મીનીટ જેટલો સમય જતો હોય છે આવો દાવો તજજ્ઞો કરી રહયા છે.
મતલબ એ કે બટાકાને પચવામાં ખાસ્સો એવો સમય જાય છે. આ એક નોર્મલ વાત છે. દરેક વ્યક્તિની પાચનશક્તિ અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ આ એક એવરેજ તારણ છે બટાકા આમ તો ઓલટાઈમ પોપ્યુલર છે જમાનો બદલાયો છે તે પ્રમાણે બટાકાનો ઉપયોગ અલગ-અલગ પ્રકારે થઈ રહયો છે. પરંતુ છેવટે બધુ બને છે તો બટાકામાંથી એટલે જ બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે તે ખોટુ નહી હોય.