ભારતીય રેલવેમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 1.13 લાખ: ગાંધીનગર રેલવે સ્ટેશન પર તમામ સ્ટાફ મહીલાઓ

છેલ્લાં૧૦ વર્ષમાં પાઈલટ અને સ્ટેશન-માસ્ટરની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો
(એજન્સી)નવીદિલ્હી, ભારતીય રેલવેમાં કામ કરતી મહીલા કર્મચારીઓની સંખ્યા છેલ્લાં ૧૦ વર્ષમાં સતત વધી છે. અને એ ૧.૧૩ લાખનો આંક વટાવી ગઈ છે. રેલવેના કુલ વર્કફોસમાં ર૦૧૪માં મહીલા કર્મચારીઓને સંખ્યાની ટકાવારી ૬.૬ ટકા હતી. જે હવે વધીને ૮.ર ટકા થઈ છે.
રેલવે નેટવર્કમાં મુખ્ય કાર્યકારી નોકરીમાં મહીલાઓ મોટી ભુમીકા ભજવી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર ર૧૬ર મહીલાઓ લોકો પાઈલટ તરીકે કામ કરી રહી છે. જયારે ૭૯૪ મહીલાઓ ટ્રેન મેનેજર ગાર્ડ ની ભુમીકામાં છે. દેશભરમાં ૧૬૯૯ મહીલા સ્ટેશન માસ્ટર તહેનાત છે. છેલ્લાં ૧૦ વર્ષમાં લોકો પાઈલટ અને સ્ટેશન-માસ્ટરની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે.
ઓપરેશનના ભુમીકા સિવાય પણ મહીલાઓ વહીવટી અને જાળવણી ક્ષેત્રોમાં નોધપાત્ર પ્રભાવ પાડી રહી છે. ભારતીય રેલવેમાં ૧ર.૩૬ર મહીલા ઓફીસ-સ્ટાફમાં અને ર૩૬૦ મહીલા સુપરવાઈઝર છે. જયાં પુરુષોની સંખ્યા વધારે હોય એવા ટ્રેકની જાળવણીના કામમાં પણ ૭૭પ૬ મહીલાઓ કાર્યરત છે. અને ટ્રેનોના સલામત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે.
રેલવેમાં ૪૪૪૬ મહીલાઓ ટીકટચેકર છે. અને ૪૪૩૦ મહીલાઓ પોઈન્ટસ્મેન તરીકે કાર્યરત છે. એ ઉપરાંત માર્ટુગા ન્યુ અમરાવતી બજની અને ગાંધીનગર રેલવે સ્ટેશનો પર તમામ સ્ટાફ મહીલાઓનો છે. ભારતીય રેલવે એ વિશ્વમાં સૌથી વધુ નોકરી આપતો એકમ છે. જેના વિશાળ નેટવર્કથી ૧ર.૩ લાખ કર્મચારીઓ કામ કરે છે.