Western Times News

Gujarati News

ભારતમાં વર્ષે સાંપ કરડવાથી થતી મૃત્યુની સંખ્યા પ૦,૦૦૦ કરતા વધુ હોવાનો અંદાજ

 વિશ્વમાં થતા મૃત્યુની અડધી સંખ્યા ભારતમાં-ભારતને સ્નેક બાઈટ કેપીટલ ઓફ ધ વર્લ્ડ કેમ કહેવાય છે ?

નવી દિલ્હી, સાંપ આયો, આવુ કોઈ કહે તો કેવો ડર લાગે છે. પરંતુ આજ ખતરનાક સાંપ જયારે કરડે ત્યારે અત્યંત ઝેરી સાપ હોય, તો મૃત્યુ થતુ હોય છે. ભારતમાં સાંપ કરડવાથી થતા મૃત્યુની સંખ્યા ઉંચી જોવા મળે છે. એટલે જ ભારતને સ્નેકબાઈટ કેપીટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે.

વિશ્વમાં સાંપ કરડવાથી થતી મૃત્યુમાંથી લગભગ અડધા જેટલી મૃત્યુ ભારતમાં થાય છે. ભારતમાં જુદા-જુદા રાજયોમાં અલગ અલગ સાંપની પ્રજાતિ જોવા મળે છે. જેમાં ઈંડિયન કોબ્રા, રસેલ, વાઈપર, સો સ્કેલ્ડ વાઈપર જેવા ઝેરી સાંપો હયાત છે. સાંપ કરડે ત્યારે તાત્કાલિક સારવાર લેવી આવશ્યક છે.

સાંપના એન્ટીડોઝથી મૃત્યુ અટકી શકે છે પરંતુ તે સારવાર સમયસર લેવી જરૂરી બની જાય છે. તેવુ નિષ્ણાંતોનું કહેવું છે. એક અંદાજ પ્રમાણે દેશમાં સાંપ કરડવાથી થતા મૃત્યુની સંખ્યા પ૦,૦૦૦ કરતા વધારે છે. એવુ કહેવાય છે કે દુનિયાભરમાં સાંપ કરડવાથી વર્ષે દહાડે જે મૃત્યુ થાય છે તેમાંથી અડધી મૃત્યુ ભારતમાં થાય છે. વિશ્વમાં સાંપ કરડવાથી વર્ષે દહાડે કુલ ૮૦,૦૦૦થી ૧,૩૦,૦૦૦ લોકોના અનુમાનિત મૃત્યુ થાય છે.

પરંતુ ભારતમાં મૃત્યુના કિસ્સા વધારે પ્રકાશમાં આવ્યા છે ભારતમાં કેરલ, કર્ણાટક, તમિલનાડું, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઓડેશા, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ગુજરાતમાં સાંપ વિશેષ જોવા મળવાની સાથે કરડવાની ઘટના પણ વધારે બને છે. ભારતને તો સ્નેક બાઈટ કેપીટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. ભારત જેવા દેશમાં સાપ -નાગ ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા છે.

આજે પણ ‘નાગ’ની પૂજા અર્ચના કરાય છે તેને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. ભારતમાં ખેતરોમાં અમુક રાજયોમાં તો નાગદેવતાની દેરી બનાવવામાં આવે છે જયાં નાગ પાંચમે નાગ દેવતાની પ્રતિમાની પૂજા- અર્ચના કરાય છે.

સાંપ કરડે ત્યારે ખૂબ જ ઝડપથી હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. જયાં વિષરોધક રસી આપવામાં આવે છે. સમયસર સારવાર મળે તો સાંપના વિષ સામે રક્ષણ મળે છે. પરંતુ અમુક સાપનું વિષ ખૂબ જ ઘાતક હોય છે. જેનો ડશ્યો પાણી પણ માંગતો નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે.

પરંતુ સાપ કરડે ત્યારે હોસ્પિટલ સારવાર કેન્દ્રએ ત્વરિત પહોંચી જવુ જોઈએ. જેથી કરીને સારવાર મળી શકે. પરંતુ ભારતમાં એવુ થતુ નથી. કાં તો વિષરોધક વેકસીનની અછત હોય છે અગર તો કેટલીક માન્યતાઓને ધ્યાનમાં લઈને લોકો સારવાર માટે પહોંચતા નથી. પરિણામે મૃત્યુનો આંક વધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.