Western Times News

Gujarati News

ગોધરાના ભુરાવાવ ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રેલવે લાઇન ઉપરનો નવીન ઓવર બ્રિજ કોઈ પણ જાતના ભપકા,ઉદ્ઘાટન કે શોરબકોર વિના બિલકુલ સાદાઈ થી ગોધરા ધારાસભ્ય તથા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો.ગોધરામાં હવે ટ્રાફિક સમસ્યા નો અંત આવશે.

આજ થી શહેર,ગ્રામ્ય,જિલ્લાના તેમજ જિલ્લા બહારના વાહનચાલકો, રાહદારીઓ તેમજ સમસ્ત પ્રજાજન માટે કોઈપણ જાતના તાયફા કે મોટા ઉદ્ઘાટન વગર લોકોના હિતાર્થે ઓવર બ્રિજ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ગોધરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભુરાવાવ વિસ્તાર ને બસ સ્ટેન્ડ વિસ્તાર સાથે જોડતો રેલવે લાઇન ઉપર ના ઓવર બ્રિજ ની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી.ત્યારે તે કામગીરીને પૂર્ણ થયા ને પણ અંદાજિત ત્રણ માસ જેટલો સમય વ્યતિત થવા પામ્યો હતો.પરંતુ કોઈક કારણોસર તેને લોકોના હિતાર્થે ખુલ્લો મૂકવામાં આવતો ના હતો.

ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને ગોધરાના લોકલાડીલા ધારાસભ્ય સી.કે.રાઉલજી ધ્વારા કોઈપણ જાતના ભપકા, શોર બકોર કે ઉદ્ઘાટન ના તાયફા વગર લોકોના હિતાર્થે નવીન ઓવર બ્રિજ ને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. અંદાજિત એક વર્ષથી વધુ સમય સુધી આ ઓવર બ્રિજ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.ત્યારે તે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ઓવર બ્રિજ તૈયાર થઈ જતા ઓવર બ્રિજ ને પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ત્યારે ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકો ટ્રાફિક સમસ્યા ને લઈ પરેશાન હતા.જે ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે ભુરાવાવ વિસ્તારને બસ સ્ટેન્ડ વિસ્તાર સાથે જોડતો રેલવે લાઇન ઉપર નો નવીન ઓવર બ્રિજ તૈયાર થઈ જતા આજ રોજ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી.ત્યારે ગોધરામાં હવે ટ્રાફિક સમસ્યા નો અંત આવશે તેમ ચોક્કસ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.