બનાસકાંઠામાં બીજીવાર કોઈ કોંગ્રેસી જીતી ન જાય તેનું ધ્યાન રાખજો: સી. આર. પાટીલના પ્રહારો

પાટીલના હસ્તે પાલનપુરમાં કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું
પાલનપુર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બનાસ કમલમનું લોકાર્પણ કર્યું હતું. અતિ આધુનિક જિલ્લા ભાજપ કાર્યાલય બનાવ્યું છે ત્યારે પાલનપુરના ચડોતર ખાતે સી.આર. પાટીલે કમલમનું લોકાર્પણ કર્યું હતું. કમલમ ખાતે જળસંચય પ્રોજેકટને પણ ખુલ્લો મુકયો હતો.
સી.આર. પાટીલે મહત્વની વાત કરી હતી કે, ભાજપ પ્રદેશ પ્રમુખ પદને હવે કલાકો અથવા દિવસો છે ત્યારે પાટીલે સાંસદ ગેનીબેન પર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે, બીજીવાર કોઈ આ રીતે જીતી ન જાય ધ્યાન રાખજો.
બનાસકાંઠાના કાર્યકરો અને જિલ્લાના લોકો માટે પાલનપુરના ચડોતર ખાતે અત્યાધુનિક બનાસ જિલ્લા ભાજપ કાર્યાલય બનાવાયું છે જેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યું હતું. જયારે જલ શક્તિ પ્રોજેકટને પણ સી.આર. પાટીલે ખુલ્લો મુકયો હતો. પાટીલે કહ્યું હતું કે, દેશમાં ૭૦૦ આધુનિક ભાજપ કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે અને કાર્યાલય નિર્માણ અને જરૂરિયાત એ મહત્વની બાબત છે.
ગુજરાત એક મોડલ છે અને ગુજરાત પાછળ ન રહે તે હેતુથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. સી.આર. પાટીલે કહ્યું કે, ક્યાંય પણ ઉદ્ઘાટનમાં હું હાર નથી પહેરતો અને એનું કારણ છે કે, હાર મને પસંદ નથી, મારો જન્મ જીતવા માટે થયો છે અને જીતીએ છીએ.
જોકે સાંસદ ગેનીબેન પર પલટવાર કર્યું હતું અને કહ્યુ હતું કે લોકસભામાં તમારી ભૂલ થઈ છે, પસ્તાવો પણ થયો હશે પરંતુ બીજીવાર કોઈ કોંગ્રેસી જીતી ન જાય તેનું ધ્યાન રાખજો.
પાટીલનો પાવર ઉતારવાની કોઈની તાકાત નથી તો આગામી સમયમાં ગુજરાતમાં પ૩૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી જીતવાના છીએ ત્યારે જળ સંચયની સી.આર. પાટીલે પહેલ કરી હતી અને બનાસ કમલમથી પ્રોજેકટની શરૂઆત કરી હતી. જળ સંચય માટે દેશમાં સાત લાખ સ્ટ્રકચર બનાવ્યા છે અને ગુજરાત સરકારે દરેક ખેડૂતના ખેતરમાં જળસંચય માટે સ્ટ્રકચર બનાવશે.