રશ્મિકા બની બોક્સઓફિસ ક્વીન દીપિકા અને આલિયાને માત આપી

મુંબઈ, હિન્દી સિનેમામાં છેલ્લા બેવર્ષ દરમિયાન સૌથી વધુ કલેક્શન મેળવનારી ફિલ્મોની યાદીમાંથી ત્રણ ફિલ્મોમાં એક સમાનતા છે. એક ફિલ્મ રીવેન્જ ડ્રામા છે, બીજી પાન ઈન્ડિયા એક્શન ફિલ્મ છે અને તાજેતરમાં હિટ રહેલી ફિલ્મ હિસ્ટોરિકલ ડ્રામા છે. આ ત્રણેય ફિલ્મોની સમાનતા રશ્મિકા મંદાના છે.
રશ્મિકાએ ‘એનિમલ’, ‘પુષ્પા ૨’ અને ‘છાવા’ ત્રણેય ફિલ્મમાં લીડ રોલ કરેલા છે અને આ ત્રણેય ફિલ્મોએ બોક્સઓફિસ છલકાવી દીધી છે. રશ્મિકાની ત્રણ ફિલ્મો છેલ્લા ૧૬ મહિનામાં રિલીઝ થઈ છે અને ત્રણેય ફિલ્મે આતિહાસ સર્જ્યાે છે. એકંદરે આ ત્રણ ફિલ્મોએ વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર રૂ.૩૩૦૦ કરોડની કમાણી કરી છે. જેમાંથી ૭૦૦ કરોડની કમાણી ધરાવનારી ‘છાવા’ની આગેકૂચ હજુ જારી છે.
રશ્મિકાએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે અને ત્યાંના ઓડિયન્સ માટે એ સુપરસ્ટાર છે. હિન્દી ફિલ્મોમાં નવી હોવા છતાં રશ્મિકાએ બોક્સઓફિસ પર સફળતાના મામલે દીપિકા અને આલિયા જેવાં બોલિવૂડ સ્ટાર્સને પાછળ રાખી દીધાં છે.
‘એનિમલ’, ‘પુષ્પા ૨’ અને ‘છાવા’એ હિન્દી બેલ્ટમાં પણ કલેક્શનના રેકોર્ડ તોડ્યા છે. ‘પુષ્પા ૨’ને હિન્દીમાં નેટ રૂ.૮૧૨ કરોડ, ‘એનિમલ’ને રૂ.૫૦૩ કરોડ અને ‘છાવા’ને ૫૩૨ કરોડ મળ્યા છે.
આ ત્રણેય ફિલ્મોનું ટોટલ કલેક્શન ૧૮૫૦ કરોડ થાય છે, જેના કારણે રશ્મિકાને બોલિવૂડમાં બોક્સઓફિસની ક્વીન કહેવામાં પણ કંઈ ખોટું નથી. પ્રિયંકા ચોપરીએ અમેરિકામાં ઘર વસાવ્યા પછી દીપિકા પાદુકોણને બોલિવૂડ ક્વીન તરીકે ઓળખવામાં આવે છે.
કેટરિના કૈફ અને કંગના રણોતે દીપિકાને ટક્કર આપવાનો થોડો પ્રયાસ કર્યાે હતો, પરંતુ દીપિકાને હચમચાવી શક્યા ન હોતા. તે પચીની પેઢીમાં આલિયા ભટ્ટ મોખરે છે. આલિયાની જ પેઢીની કહી શકાય તેવી ૨૮ વર્ષની રશ્મિકાએ બે વર્ષમાં જ બોલિવૂડની મોટી હીરોઈનોને ચિંતામાં મૂકી દીધી છે.
વર્ષ ૨૦૨૩તી દીપિકાની પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે અને તેનું હિન્દી કલેક્શન રૂ.૧૮૦૦ કરોડ છે, જ્યારે આલિયાની ફિલ્મોને આ જ સમયગાળામાં માંડ રૂ.૩૦૦ કરોડની આવક થઈ છે. આલિયા અને દીપિકા સાથે રશ્મિકાની સરખાણી બાબતે કેટલાક બોલિવૂડ ચાહકોનું માનવું છે કે, બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મોમાં રશ્મિકાના ભાગે ખાસ કશું કરવાનું જ ન હોતું.
હીરોના કારણે આ ફિલ્મો ચાલી હતી અને તેથી રશ્મિકાએ દીપિકા કે આલિયાને પછડાટ આપી તેમ કહી શકાય નહીં. જો કે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો પણ હીરોના નામે જ ચાલતી આવી છે. તેથી આ દૃષ્ટિએ રશ્મિકાને બોક્સઓફિસ ક્વીન ગણાવવામાં કશું ખોટું જણાતું નથી.SS1MS