ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે

ઈસી અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય
(એજન્સી) નવીદિલ્હી, આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચે ઈપીઆઈસીને આધાર નંબરથી જોડવા માટે કલમ ૩૨૬, આરપી અધિનિયમ, ૧૯૫૦ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુસાર, બંધારણીય નિયમોમાં રહેતા આ મામલે કામગીરી કરવામાં આવશે.
આજે ચૂંટણી પંચ અને યુઆઈડીએઆઈની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સંદર્ભમાં યુઆઈડીએઆઈ અને ઈસીઆઈના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે(૧૮ માર્ચ, ૨૦૨૫) કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુઆઈડીએઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૬ મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.