Western Times News

Gujarati News

ધરમપુરની યુવતીએ હાથ-પગ કામ કરતા ન હોવા છતાં પુસ્તકો લખ્યાં

પ્રતિકાત્મક

ધરમપુર, ઝકડાયેલા બન્ને હાથ પગ, સ્ટીફનેસને લઈ પેન પકડવામાં પણ અસમર્થન, છતાં હિંમત નહીં હારી વર્ષ ર૦૧રમાં પેન પકડી લેખન સાથે મિત્રતા કેળવી આશરે ૩૦૦ પેજની હિન્દીમાં દળદાર નોવેલ લખી સંઘર્ષથી સફળતા મેળવનારી ધરમપુરની દિવ્યાંગ લેખિકા દીકરી આજે એક પ્રેરણા આપતી પ્રતિત થઈ રહી છે.

આ દીકરીએ હિન્દી નવલકથા લખી અત્યાર સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન મળી ૬ પુસ્તક લખી મક્કમ મનોબળનો પરચો આપ્યો છે. ધરમપુરની આ દીકરીની નારી શક્તિને ર૧ વખત સન્માનિત પણ કરાઈ છે.

ધરમપુરના દસોંદી ફળિયા પીરવાળી ગલીની બીજલ તળેકર પાંચ વર્ષની વયે તાવને લઈ પડી જતા સંધિવાની અસર હોવાનું નિદાન થયા બાદ સારવાર કરાવી હોવા છતાં ફરક નહીં દેખાયો હતો જો કે, ૧૯થી ર૦ વર્ષની વય સુધી તકલીફ સહન કરી ચાલી શકવામાં સમર્થ આ દીકરીને ફરી તાવ, સાંધાના દુઃખાવો શરૂ થયું અને સ્ટીફનેશ આવી જતાં બન્ને હાથની આંગળીઓ વળી જવાની સાથે ચાલવામાં અસમર્થ બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.