Western Times News

Gujarati News

અમરેલીની એક એવી શાળા, જેના ધો.૯-૧૦નાં વિદ્યાર્થીઓ કમાય છે લાખો રૂપિયા

AI generated Image

શિક્ષણની સાથે છાત્રો વ્યવસાય શીખી રહ્યા છે-શાળામાં બનાવાયેલા સ્ટાર્ટ-અપ સ્ટુડિયોમાં વસ્તુઓ બનાવી તેની આવકમાંથી પરિવારને આર્થિક ટેકો કર્યો

અમરેલી, આજના યુગમાં સારા અને ઉચ્ચ શિક્ષણ થકી સારી નોકરી મેળવવી વિદ્યાર્થીઓનું સ્વપ્ર હોય છે પરંતુ અમરેલીમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવાની સાથે વ્યવસાય કરી લાખોની કમાણી કરી ફી ભરવાની સાથે પોતાના વાલીઓને આર્થિક ટેકો પણ કરી રહ્યા છે.

અમરેલીમાં આવેલી ડોકટર કલામ ઈનોવેટીવ શાળાના સંચાલક જય કાથરોટિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એક વિદ્યાર્થીની ફી ભરવા માટે વિદ્યાર્થીના પિતાએ પોતાનું બાઈક વેચી નાખ્યું હતું. અને વિદ્યાર્થીની ફી ભરી હતી તે જાણવા મળતાં આઘાત લાગ્યો હતો

તેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ પોતાના માતા-પિતાને પણ આર્થિક સહયોગ કઈ રીતે આપે તેના વિચારમાં શાળાના સ્ટાર્ટ અપ સ્ટુડિયો તૈયાર કરવાનું બીજ રોપાયું અને શાળામાં સ્ટાર્ટ અપ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો.

શાળાના સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ અને રમતગમત ક્ષેત્ર બાદ વધારાના સમયમાં કામ કરે છે અને વિવિધ વસ્તુઓ બનાવે છે. સ્ટાર્ટ અપ સ્ટુડિયોમાં લેસર કટીંગ મગ પ્રિન્ટિંગ સહિતના અલગ-અલગ મશીનો વસાવવામાં આવ્યા છે. હાલ ૧૮ વિદ્યાર્થીઓ તેમાં કામ કરે છે. છેલ્લા ૬ થી ૮ મહિનામાં વિદ્યાર્થીઓએ ૬ થી ૮ લાખની કમાણી કરી પરિવારને આર્થિક ટેકો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.